Ahmedabad: અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ-રાજકોટ હાઇવે પર બાવળા બગોદરા વચ્ચે ભમાસરા ગામ નજીક થયેલા એક સાથે ચાર વાહનોનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ સામેલ છે. અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી જેમાં બે વ્યક્તિના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી જેમાં ત્રણ આઈસર ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી.
રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબૂ ગુમાવતા તે ડિવાઈડર કૂદી અન્ય વાહનો સાથે અથડાઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
મોડી રાત્રે અકસ્માત સર્જાતા હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત સર્જનાર આઇસર ચાલક પેપર રોલ ભરીને જતો હોવાની માહિતી મળી રહી છે. આઇસર સીએનજી હોવાથી તુરંત આગની ઝપેટમાં આવ્યું હતું. જ્યારે અન્ય બે આઇસર ટ્રકમાં ચોખા ભર્યા હતા.
ભાવનગરમાં માર્ગ અકસ્માત
તાજેતરમાં ભાવનગર હાઇવે પર ગારિયાધાર તાલુકા નજીક મોડી રાત્રે ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યા હતા. આ બંને યુવક બાઇક પર સવાર હતા અને ટ્રક અડફેટે લેતામાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યાં હતા. આ બાઇક સવાર ગારીયાધારથી નવાગામ જઈ રહ્યાં હતા. આ સમયે ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતા. બંને મૃતકની ઓળખ જયદીપ ધોળકિયા અને સાહિલ ધોળકિયા તરીકે થઇ છે.આ બંને તેઓ પોતાના ઘરે જઇ રહ્યાં હતા તે સમયે દુર્ઘટના સર્જાઇ હતી. બીજી તરફ ભાવનગર શહેરના સિદસર રોડ ઉપર ગટરના કામકાજ દરમિયાન ભેખડ ધસી પડતા એક પરપ્રાંતિય મજૂરનું મોત નિપજ્યું હતું.
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત