World Cup 2023 News: આઇસીસીની સૌથી મોટી ઇવેન્ટ વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત થઇ ચૂકી છે, અત્યારે ટૂર્નામેન્ટની તમામ ટીમો પોતપોતાની વૉર્મ-અપ મેચો રમી રહી છે, અને આગામી 5મી ઓગસ્ટથી ઉદઘાટન સેરેમનીથી ટૂર્નામેન્ટની ઓફિશિયલી શરૂઆત થઇ જશે, આ મેચ અમદાવાદની નરેન્દ્ર મોદી સ્ડેડિયમમાં રમાશે, આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની 14મી ઓક્ટોબરની મહામેચ પણ અહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પરંતુ આ બધાની વચ્ચે ક્રિકેટ રસીયાઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ મેચના દિવસે અમદાવાદમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જાણો શું કહ્યું અંબાલાલ પટેલે....
 
અંબાલાલ પટેલે ચોમાસા દરમિયાન અનેકવાર વરસાદ પડવાની સચોટ આગહી કરી હતી, હવે તેમની વધુ એક આગાહીએ અમદાવાદીઓ અને ક્રિકેટ રસીયાંઓને નિરાશ કર્યા છે. ક્રિકેટ રસિકો માટે ચિંતાજનક સમાચાર છે કે, ક્રિકેટ વનડે વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન મેચની મજા બગાડી શકે છે. આગામી દિવસોમાં પાડનારા વરસાદ અને વાવાઝોડ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. 10 થી 14 દરમિયાન ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડશે. 14મી ઓગસ્ટે વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની યોજાવાની છે આ મેચ વરસાદમાં ધોવાઇ શકે છે. 14મી તારીખે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને બાદમાં વરસાદ પાડવાની શક્યતા છે. 7મી પશ્ચિમી વિક્ષેપ સર્જાશે જેના કારણે વરસાદ થવાની પૂરી શક્યતા છે. 17 થી 20 દરમિયાન પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પાડવાની પૂરી શક્યતા છે. 15મી ઓકટોબરથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. 7 થી 26 ઓક્ટોમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં 3 ચક્રવાત ઉદભવશે. બંગાળના ઉપસાગરમાં 7મી તારીખ પછી ચક્રવાત ઉભુ થશે. બંગાળના ઉપસાગરમાં 10 થી 14માં ભારે ચક્રવાત બની શકે છે. બંગાળના ઉપસાગરમાં 17 થી 20માં બીજું ચક્રવાત સર્જાશે. 26મી ઓકટોબરે બંગાળના ઉપસાગરમાં ત્રીજુ ચક્રવાત ઉભુ થશે. બંગાળના ઉપસાગરમાં ઉદભવનારા આ ત્રણેય ચક્રવાતના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 


ભારત-પાકિસ્તાનની મેચના કારણે અમદાવાદ એરપોર્ટ ધમધમશે


ભારતમાં આગામી 14 ઓક્ટોબરથી આઇસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે. આ વખતે આ વર્લ્ડકપની યજમાની ભારત કરી રહ્યું છે, પરંતુ ખાસ વાત છે કે, આ વખતે વર્લ્ડકપ 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે, અને આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ મેચ પણ અહીં રમાવવાની છે, આ મેચને ધ્યાનમાં રાખીને આખો ઓક્ટોબર મહિનો અમદાવાદ માટે ખાસ રહેવાનો છે, કેમ કે આ ઓક્ટોબર મહિનામાં અમદાવાદ એરપોર્ટ ધમધમશે. ભારત-પાકિસ્તાનની મેચ પહેલા જ અમદાવાદની હૉટલો એડવાન્સ ફૂલ થઇ ગઇ છે, હવે એરપોર્ટની ફ્લાઇટો પણ ફૂલ થવા લાગી છે. ઓક્ટોબરમાં એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનનો ખડકલો જોવા મળશે, ચાર્ડર્ડ પ્લેનથી એરપોર્ટ ધમધમશે. ખાસ વાત છે કે, ભારત-પાક. મેચ માટે અમદાવાદમાં 60 ચાર્ટર્ડ ફ્લાઇટ આવશે, આ વિમાનોને વડોદરા અને ઉદયપુરથી નાસિક સુધી પાર્ક કરાશે. અમદાવાદ એરપોર્ટ પર અત્યારે 22 વિમાનનો બેઝ હોવાથી પાર્કિંગ ફૂલ થયું ગયુ છે. વર્લ્ડકપની મેચોના કારણે 100 ફ્લાઈટ લેન્ડ અને ટેકઓફ કરશે.