અમદાવાદઃ ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતમાં આગામી 48 કલાકમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું 110 થી 120 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે.  હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારા વિસ્તારોમ 13 અને 14 જૂને ભારે વરસાદ અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી ચેતવણી આપી છે. જેને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.


સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઈસરોની સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જેના પગલે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉપરાંત પ્રભાવિત થનારા જિલ્લાઓના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા છે.

- એનડીઆરએફની 35, સેનાની 35 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પાંચ લાખ ફૂડ પેકેટ્સ બનાવવામાં આવ્યા છે.
- 115 બસોને સ્થળાંતર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. એસટી બસના ડ્રાઈવર કંડક્ટરની રજાઓ રદ કરવામાં આવી છે.
- હેલિકોપ્ટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
- વાવાઝોડાના સંકટના પગલે અસર ગ્રસ્ત વિસ્તાર એવા જુનાગઢ ગીર સોમનાથ, રાજકોટ દ્વારકા જામનગર મોરબી, અમરેલી બોટાદ પોરબંદર અને કચ્છમાં તારીખ 12 અને 13 ના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
- સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પોરબંદર અને છાયામાં 10 હજાર લોકો નું સ્થળાંતર કરશે, 15 જેટલા આશ્રય સ્થાનો નક્કી કર્યા છે.
- પોરબંદર કલેક્ટરનું જાહેરનામું બહાર પાડ્યું છે. 11 જૂનથી 15 જૂન સુધી ચોપાટી પર જવા પર પ્રતિબંધ
- જામનગર ના 25 ગામ ના 69000 લોકો વસવાટ કરે છે તેમાં 13900 લોકોને આવતીકાલે સ્થળાંતર કરવામાં આવશે
- વાવાઝોડાની સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં એક માત્ર એરબેઝ છે તે જામનગર માં છે.
- જામનગર જીલા કલેકટર નો મહાનગરપાલિકા અને નગરપાલિકા ઓને બે દિવસ નું પાણી વિતરણ કરી દેવા આદેશ.
- જામનગર માં તંત્ર દ્વારા સ્થાનિક તરવ્યા અને માછીમારો નો બચાવ કામગીરી માટે કરાશે ઉપયોગ.
- આ વિસ્તારોની શાળા-કોલેજોના શૈક્ષણિક સ્ટાફને હેડ ક્વાર્ટર ન છોડવા ના પણ આદેશો શિક્ષણવિભાગે કર્યા
- વલસાડ, નવસારી અને સુરતમાં પણ દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.