સુરતઃ વાયુ વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતાન સૌરાષ્ટ્ર વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો હતો.


તાપી જિલ્લાના વડા મથક વ્યારા સહિત ડોલવાણ તાલુકાના આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદના પગલે ડોલવાણમાં અમુક ઘરોના પતરા ઉડવા સહિત રોડ પર ઘણી જગ્યાએ વૃક્ષો પડ્યા હતા. આ ઉપરાંત ડાંગ, વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.



નવસારીના વાંસદા તાલુકમાં વરસાદી ઝાપટું પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વાસંદા તાલુકામાં વાતાવરણમાં પલટાથી લોકોને ગરમીથી રાહત મળી હતી. નર્મદાના ડેડિયાપાડામાં પણ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

વાયુ વાવાઝોડાને પહોંચી વળવા રાજ્યમાં કેવી છે તૈયારી, કેટલા ફૂડ પેકેટ્સ બનાવાયા, એક ક્લિકમાં જાણો સમગ્ર વિગત

રેનોની આ કારે હાંસલ કર્યું મોટું સીમાચિહ્ન, મારુતિની અલ્ટોને આપી રહી છે ટક્કર, જાણો વિગત

યુવરાજના ખાસ મિત્રએ તેને ‘DJ’ ગણાવ્યો, કહ્યું- દરેક દિવસ ‘રોઝ ડે’ રહેતો, જાણો વિગત

વાવાઝોડા વખતે કઇ રીતે અપાય છે સિગ્નલ, વીડિયોમાં જુઓ સિગ્નલની સંપૂર્ણ માહિતી