ભાવનગરઃ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સવારથી મતદાન શરૂ થયું છે. ત્યારે ભાવનગરના વલભીપુરમાં મતદાન મથકની બહાર મારામારી થઈ છે. બંને મહિલા ઉમેદવારના પતિઓ વચ્ચે મારામારી થઈ હતી. વલભીપુર હાઇવે પાસે આવેલ હાઈસ્કૂલની બહાર ઝપાઝપી થઈ હતી. ભાજપના મહિલા ઉમેદવારના પતિએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.
આપના મહિલા ઉમેદવારના પતિને માર મારવામાં આવ્યો છે. મારામારીને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવારના પતિને લોકો બહાર લઈ આવ્યા હતા.
Bhavnagar : મતદાન મથક બહાર બે મહિલા ઉમેદવારના પતિ બાખડ્યા, જાણો કોણે કોને માર માર્યો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Feb 2021 09:47 AM (IST)
ભાવનગરના વલભીપુરમાં મતદાન મથકની બહાર મારામારી થઈ છે. બંને મહિલા ઉમેદવારના પતિઓ વચ્ચે મારામારી થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -