તાલુકા પંચાયતની ચૂંટણીમાં 7 તાલુકા પંચાયતમાંથી 5 તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. જ્યારે બે તાલુકા પંચાયત પર કોંગ્રેસનો વિજય છે.
વાલોડ, ડોલવણ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ છે જ્યારે વ્યારા અને સોનગઢ તાલુકા પંચાયત કોંગ્રેસ ના ફાળે ગઈ છે.
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. બે જિલ્લા પંચાયતમાં ટાઈ થઈ હતી. આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે. 29 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ સિંગલ ડિજિટમાં છે.