ગાંધીનગરઃ રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમુક બુથ પર સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં11 વાગ્યા સુધીમાં સરેરાશ 17 ટકા મતદાન થયું છે.
અત્યાર સુધીમાં ક્યાં થયું કેટલું મતદાન
-અમદાવાદની ધોળકા નગરપાલિકામાં 16 ટકા મતદાન
-વિરમગામ નગરપાલિકામાં 15 ટકા મતદાન
-બારેજા નગરપાલિકામાં 15 ટકા મતદાન
-અમરેલી નગરપાલિકામાં 16 ટકા મતદાન
-અમરેલીની દામનગરપાલિકામાં 16 ટકા મતદાન
-અમરેલીની બગસરા નગરપાલિકામાં 16 ટકા મતદાન
- અમરેલીની સાવરકુંડલા નગરપાલિકામાં 16 ટકા મતદાન
- અમરેલીની બાબરા નગરપાલિકામાં 15 ટકા મતદાન
- આણંદ નગરપાલિકામાં 16 ટકા મતદાન
- પેટલાદ નગરપાલિકામાં 15 ટકા મતદાન
- ઉમરેઠ નગરપાલિકામાં 16 ટકા મતદાન
- ખંભાત નગરપાલિકામાં 16 ટકા મતદાન
- બોરસદ નગરપાલિકામાં 16 ટકા મતદાન
- સોજીત્રા નગરપાલિકામાં 16 ટકા મતદાન
- પાલનપુર નગરપાલિકામાં 16 ટકા મતદાન
- ભાભર નગરપાલિકામાં 15 ટકા મતદાન
- ડીસા નગરપાલિકામાં 16 ટકા મતદાન
- આમોદ નગરપાલિકામાં 16 ટકા મતદાન
- જંબુસર નગરપાલિકામાં 15 ટકા મતદાન
- અંકલેશ્વર નગરપાલિકામાં 16 ટકા મતદાન
- ભાવનગરની મહુવા નગરપાલિકામાં 16 ટકા મતદાન
- પાલીતાણા નગરપાલિકામાં 17 ટકા મતદાન
- વલ્લભીપુર નગરપાલિકામાં 16 ટકા મતદાન
- દાહોદ નગરપાલિકામાં 16 ટકા મતદાન
- દહેગામ નગરપાલિકામાં 16 ટકા મતદાન
- ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં 17 ટકા મતદાન
- દ્વારકાની જામરાવલ નગરપાલિકામાં 17 ટકા મતદાન
- જૂનાગઢની કેશોદ નગરાપાલિકામાં 16 ટકા મતદાન
-કચ્છની ગાંધીધામ નગરપાલિકામાં 17 ટકા મતદાન