ગાંધીનગર: રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને આજે જિલ્લા- તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને EVM અને મતદાન માટેના સાહિત્યની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓ, EVM અને ચૂંટણી સાહિત્ય સાથે જુદા-જુદા રૂટ મારફતે તેમના ફરજના સ્થળોએ પહોંચાડાશે.
રાજકોટ જિલ્લા પંચાયતની 36 અને 11 તાલુકા પંચાયતોની 202 બેઠક માટે આવતીકાલે મતદાન યોજાશે. રાજકોટ જિલ્લાના 1146 મતદાન બુથ પૈકી 396 સંવેદનશીલ મતદાન કેંદ્રો જાહેર કરાયા છે. રાજકોટ જિલ્લામાં ચૂંટણી માટે 3000 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત રખાશે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો,જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે 586 ઉમેદવારો મેદાનમાં છે.
આ તરફ ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 7 લાખ 15 હજાર 511 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 1 લાખ 38 હજાર 273 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેને લઇને આજે અલગ અલગ સેન્ટરો પર ઇવીએમ અને ચૂંટણી સાહિત્ય ચૂંટણી સાથે જોડાયેલ અધિકારીઓને સોંપવામાં આવ્યું છે.
જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Feb 2021 02:46 PM (IST)
રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને આજે જિલ્લા- તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને EVM અને મતદાન માટેના સાહિત્યની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -