ગાંધીનગર: રાજ્યના 6 પોલીસ કર્મચારીઓને ગૃહ મંત્રાલય તરફથી તપાસ દરમિયાન શ્રેષ્ઠ કામગીરીના કારણે મેડલ આપવામાં આવશે. શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા 15 ઓગસ્ટના રોજ આ પુરસ્કાર આપવામાં આવશે. ગુજસીટોકના ઓરાપીઓ સામે તપાસની શ્રેષ્ઠ કાર્યવાહી કરવા બદલ આ તમામ પોલીસ કર્મચારીઓની પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. સુરતના ત્રણ પોલીસ કર્મચારીઓને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. જે સુરત પોલીસ માટે ગૌરવની વાત છે. તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI દર્શનસિંહ બારડ અને PI એ. વાય. બલોચની પણ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે.
આ પોલીસ કર્મચારીઓને મળશે એવોર્ડ
ASP નિતેશ પાંડેય - જામનગર
DCP વિધી ચૌધરી - સુરત
PI મહેન્દ્ર સાલુંકે -
PI મંગુભાઈ તાડુ -
PI દર્શન બારડ - અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
PI એ.વાય બલોચ - અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
દેશના 152 પોલીસ કર્મચારીઓને આ વર્ષે યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સિલન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલથી નવાજવામાં આવનાર છે. ઉત્કૃષ્ઠ તપાસ કામગીરી માટે આ તમામ પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવનાર છે. આ વર્ષ 2021 ના એવોર્ડમાં સૌથી વધુ સીબીઆઈના 15 પોલીસ કર્મચારીઓ સામેલ છે. તો 152 માંથી 28 મહિલા પોલીસ કર્મચારી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે આ માહિતી આપી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદની 46 ટકા ઘટ, 95 જળાશયોમાં 25%થી પણ ઓછો જળસંગ્રહ
વરસાદ ખેંચાતા સૌની ચિંતા વધી છે. રાજ્યમાં અત્યાર સુધી 36.39% વરસાદ થયો છે. ગયા વર્ષે 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં 58% વરસાદ થયો હતો. જેની સરખામણીએ 22% ઓછો વરસાદ છે. અત્યાર સુધી રાજ્યમાં 19 ઇંચ વરસાદ થવો જોઈતો હતો જેને બદલે માત્ર 10 ઇંચ થયો. જે 46 ટકાની ઘટ દર્શાવે છે. તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે.
15 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. રાજ્યના બે તાલુકાઓ લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ છે. 25 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. માત્ર 4 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ નોંધાયો. જેમાં નવસારીમાં ખેરગામ, વલસાડમાં ધરમપુર, કપરાડા અને વાપી તાલુકાઓ છે. ગાંધીનગરમાં 64%, અરવલ્લીમાં 63%, સુરેન્દ્રનગરમાં 59%, તાપીમાં સરેરાશથી 56%, દાહોદ અને ગીર સોમનાથ જિલ્લામાં 55% વરસાદની ઘટ છે.આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય એવા કોઇ એંધાણ નથી.