Gujarat Congress: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને (local body election) લઈને ગુજરાત કોંગ્રેસે (Gujarat congress) તૈયારી શરૂ કરી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક (Congress organization in-charge Mukul Wasnik) આવતીકાલથી 3 દિવસના ગુજરાત (3 day Gujarat visit) પ્રવાસે આવશે. 3 દિવસ દરમિયાન મુકુલ વાસનિક 4 જિલ્લાની કોંગ્રેસ સમિતિની કારોબારી સાથે બેઠક કરશે. 10 તારીખે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પાલનપુર (Palanpur) જશે. પાલનપુરમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન (Banaskantha MP Geniben Thakor) ઠાકોરનો સન્માન સમારોહ યોજાશે તેમાં હાજર રહેશે. મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલના (Shaktisinh Gohil) હસ્તે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું સન્માન કરાશે.
11 તારીખે ગાંધીધામમાં (Gandhidham) કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાશે. સાંજે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાશે. 12 તારીખે સુરેન્દ્રનગરમાં (surendranagar) જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળશે અને સાંજે અમદાવાદમાં (Ahmedabad) જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળશે.
27 સપ્ટેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના બૌદ્ધ પરિવારમાં જન્મેલા મુકુલ વાસનિકના પિતાનું નામ બાલકૃષ્ણ વાસનિક છે. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને એનએસયુઆઈ સાથે જોડાઈને રાજકીય કરિયર શરૂ કરી હતી. પિતા રાજકારણમાં હોવાથી તેમના પગલે મુકુલ વાસનિક પણ રાજનીતિમાં આવ્યા હતા. પિતા બાલકૃષ્ણની જ પરંપરાગત બેઠક પરથી ત્રણવાર સાંસદ તરીકે ચૂંટાયા આવ્યા હતા. તેઓ માત્ર 25 વર્ષની ઉંમરે બુલઢાણાની સીટ પરથી લોકસભા ચૂંટણી લડીને સાંસદ બન્યાં હતાં. મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનારા નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. વર્ષ 1984થી 1986 સુધી તેઓ એનએસયુઆઈ ના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં છે. એ પછી તેમને 1988-90 દરમિયાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા. તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે. તેમજ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સભ્ય પણ છે. જૂન 2022માં તેમને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.