Manish Doshi attacks BJP in Gujarat: કમિશન આપો, ટેન્ડર મેળવો ના ભાજપાના સૂત્રને સાર્થક કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ચંદા દો... ધંધા લો... ભાજપાના મોડેલનું સત્ય ઉજાગર કરતા કલોલ નગરપાલિકાના થપ્પડકાંડ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આકરા પ્રહાર કર્યા છે.
ભાજપા શાસિત કલોલ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામોના નામે 15 ટકા કમિશનનો ખુદ સ્વિકાર કરતા ભાજપાના નેતા.
કલોલ નગરપાલિકામાં 7 કરોડના વિકાસ કામમાં થવાના હતા વિશેષ વિકાસ.
કહેવાતી શિસ્તબધ્ધ પાર્ટીના દાવા કરતી ભાજપાનો ગળાડુબ ભ્રષ્ટાચાર, લૂંટના મોડલમાં વાંધો પડતા થઈ છૂટા હાથની મારામારી.
ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવેશ થતી કલોલ નગરપાલિકામાં રીટેન્ડરીંગના નામે મોટો ખેલ.
ભાજપાના જૂથોના હિતના ટકરાવને કારણે ખૂલ્લેઆમ મારામારી ના દ્રશ્યો ગુજરાતે જોયા.
શહેરના વિકાસ થાય કે ન થાય ભાજપાના નેતાઓના વિકાસ પૂરપાર ગતિએ થઈ રહ્યો છે.
સમગ્ર રાજ્યની ભાજપા શાસિત નગરપાલિકાએ અને મહાનગરપાલિકાઓના વિકાસના નામે મોટા રાજ્યમાં ભાજપા શાસિત જુદી જુદી નગરપાલિકાઓનો દેવાળીયા વહિવટથી અનેક નગરપાલિકાઓમાં પાણી બિલ અને વિજ બિલ ન ભરવાના કારણે સ્થાનિક નાગરિકો થયા પરેશાન.
ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના મતક્ષેત્રની ભાજપા શાસિત નગરપાલિકામાં છુટા હાથની મારામારી અને થપ્પડ કાંડ અંગે ભાજપા કેમ મૌન?
ભાજપાના ભ્રષ્ટાચારના ભોરિંગે નિર્દોષ નાગરિકોના ભોગ લીધા.
સુરત તક્ષશીલાકાંડ, વડોદરા હરણી બોટ કાંડ, મોરબી ઝુલતા પુલ કાંડ અને રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિકાંડે ભ્રષ્ટાચારમાં ગળાડુબ ભાજપા શાસકોના ભયમુક્ત ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો જેનો ભોગ નિર્દોષ બાળકો અને નાગરિકો બન્યાં.
શું હતી ઘટના
ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં મારામારીના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કલોલ નગરપાલિકામાં વિકાસના કામોના રિ ટેન્ડરિંગને લઇ વિવાદ સર્જાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રી-ટેન્ડરિંગ કરતા વિવાદ થયો હતો.
વાત મારામારી સુધી પહોંચી ગઈ
નોંધનિય છે કે, આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે, વાત મારામારી સુધી પહોંચી ગઈ છે. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું કે, હાજર લોકોએ મારામારી કરી હતી અને ખુરશી પણ માથે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. અહીં હાજર લોકોનું કહેવું છે કે, પ્રજા અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે ત્યારે આ કામોનું ફરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા કરાતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ મરાઠા સહિતના હોદ્દેદારો સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ કરાયો હોવાની માહિતી મળી છે. ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના કાર્યકરોએ જ વિરોધ નોંધાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચોઃ
સશસ્ત્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે', જાણો રક્ષામંત્રી રાજનાથ સિંહે કેમ કહી આ મોટી વાત