Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સવા આઠ ઈંચ, સુરતના કામરેજમાં સવા છ ઈંચ, સુરતના પલસાણામાં સવા છ ઈંચ, સુરત શહેરમાં છ ઈંચ, તાપીના નિઝરમાં પોણા છ ઈંચ ,સુરતના મહુવામાં પાંચ ઈંચ, નવસારી તાલુકામાં પાંચ ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં સાડા ચાર ઈંચ, વલસાડના પારડીમાં સવા ચાર ઈંચ, સુરતના ઓલપાડમાં સવા ચાર ઈંચ, પાટણ વેરાવળમાં ચાર ઈંચ, નવસારીના ગણદેવીમાં ચાર ઈંચ, આણંદના ખંભાતમાં ચાર ઈંચ, સુરતના ઉમરપાડામાં પોણા ચાર ઈંચ, વલસાડના કપરાડામાં પોણા ચાર ઈંચ, જામજોધપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસી શકે છે.
છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં સાડા ત્રણ ઈંચ, જામનગર તાલુકામાં સવા ત્રણ ઈંચ, વિસાવદરમાં સવા ત્રણ ઈંચ, નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ, મેંદરડા, વલસાડ તાલુકામાં ત્રણ ઈંચ, વલસાડના વાપીમાં ત્રણ ઈંચ, નવસારીના ખેરગામમાં ત્રણ ઈંચ, તાપીના ડોલવણમાં પોણા ત્રણ ઈંચ, સુત્રાપાડામાં પોણા ત્રણ ઈંચ, ભાવનગરના ઘોઘામાં અઢી ઈંચ, નવસારીના ચીખલીમાં અઢી ઈંચ, ભરૂચના વાલીયામાં અઢી ઈંચ, અમદાવાદના ધંધુકામાં અઢી ઈંચ, ભરૂચના નેત્રંગમાં અઢી ઈંચ, માણાવદરમાં સવા બે ઈંચ, ભરૂચના હાંસોટમાં બે ઈંચ, અમરેલીના રાજુલામાં બે ઈંચ, તાપીના વ્યારામાં બે ઈંચ, માળીયાહાટીનામાં બે ઈંચ,
ભરૂચ તાલુકામાં બે ઈંચ, સુરતના માંગરોળમાં બે ઈંચ, નાંદોદ, તાલાલા, બાવળામાં પોણા બે ઈંચ, ચોર્યાસી, વાગરા,સાગબારામાં પોણા બે ઈંચ, તારાપુર, પોરબંદર, ડેડીયાપાડામાં પોણા બે ઈંચ, ઉપલેટા,માંડવી, જૂનાગઢમાં દોઢ દોઢ ઈંચ, કરજણ, ધરમપુર,તળાજામાં દોઢ ઈંચ, સોનગઢ, ધોરાજી, તિલકવાડામાં દોઢ ઈંચ, ઝઘડીયા, કેશોદ, જૂનાગઢ શહેરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 40.62 ટકા વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 59.67 ટકા તો કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 51.19 ટકા વરસાદ વરસ્યો હતો. તે સિવાય અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 45.11 ટકા તો ઉત્તર ગુજરાતમાં સીઝનનો 23.86 ટકા અને મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 24.04 ટકા વરસાદ વરસ્યો હતો.