ગાંધીનગરઃ છેલ્લા ૨૪ કલાકમા રાજ્યના ૩૧ જિલ્લાના ૧૫૩ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટા તાલુકામા ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. આ પછી વલસાડના ઉમરગામ તાલુકામા ૩.૫ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટના જામરંડોરણા તથા સાબરકાંઠાના હિંમતનગર તાલુકામા ૩.૫-૩.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સીઝનનો ૭૫.૭૭ ટકા વરસાદ થયો છે.
આ સિવાય અમદાવાદમાં સવારથી વરસાદનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું. આ પછી છુટાછવાયા વરસાદનો પ્રારંભ થયો છે. શહેરના સરખેજ, એસ.જી. રોડ, પ્રહલાદનગર, વેજલપુર, આનંદનગર સહિત અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ શરૂ થયો છે.
બનાસકાંઠામાં દાંતીવાડા ડેમમાં સાડા પાંચ ફૂટ પાણી આવ્યું. દાંતીવાડા પંથકમાં ગઈકાલે અઢી ઇંચ વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં 1400 ક્યુસેક પાણીની આવક થતા સપાટી પહોંચી 556.5 ફૂટ. ડેમમાં હાલ સુધી કુલ પાણીની આવક નોંધાય છે સાડા પાંચ ફૂટ. દાંતીવાડા ડેમ હાલ 90% ખાલીખમ. છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા,મોજીલા,સેવંત્રા સહિતના ગામડાઓમાં ગઈકાલે 5 થી 6 ધોધમાર વરસાદ પડ્યો હતો. ગઢાળા ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા. ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે ખેતરોમાં પણ પાણી ભરાયા. ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ. ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓના ચેક ડેમ પણ ઓવરફ્લો થયા. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ઉપલેટા તાલુકામાં વરસાદ.
ગઈકાલે રાતે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચારથી પાંચ ઇંચ જેટલા પડેલા વરસાદને લઈને અનેક ડેમોમાં પાણીની આવક. સારા વરસાદને લઈને ખેડૂતોની સિંચાઈની સમસ્યા અને ગામડાઓની પીવાના પાણીની સમસ્યાઓ હલ થઈ. રાજકોટ જિલ્લાના વેણુ-2 ડેમના 3 દરવાજા 2 ફટ ખોલવામાં આવ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ. ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સાવચેત કરવામાં આવ્યા.