અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 2.5 ઇંચ, જામગનરના કાલાવડમાં સવા બે ઇંચ, સુરેન્દ્રનગરના મૂળીમાં એક ઇંચ, રાજકોટના પડધરીમાં એક ઇંચ, રાજકોટ શહેરમાં અડધા ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. 


આ સિવાયના તાલુકા વેરાવળ, સાયલા, કોડીનાર, ધંધુકા, જલાલપોર, તાલાલા, વડિયા, નડિયાદ, સિંગવડ, વાવ, વઢવાણ, વલસાડ, થાનગઢ, ઉમરગામ, લીંબડી લોધીકા, ઉના, સૂત્રાપાડા, ગીર ગઢડા, હળવદ, ભાભર, વલોદ અને ગાંધીનગરમાં ઝાપટાથી અડધા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 


બનાસકાંઠામાં વડગામમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો. વરસાદી ઝાપટું પડતાં વાતાવરણ માં પ્રસરી ઠંડક. એક દિવસ બાદ ફરી વરસાદી ઝાપટું. ગીર સોમનાથના કોડીનાર સુત્રાપાડા અને વેરાવળના  વિસ્તારમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ પડ્યો હતો. બે દિવસના બફારા બાદ  સુત્રાપાડાના આજુબાજુના વિસ્તાર પ્રશ્નાવડા લોઢવા વાવડી ઝાલાના વડોદરા ગામ ગ્રામ્ય પંથકમાં વિસ્તારોમાં આજે  વહેલી સવારથી  ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. હજુ વાવણીલાયક વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં નથી.



જૂનાગઢ : ચોરવાડ આસપાસનાં વિસ્તારમાં વરસાદ. લાંગોદ્રા, કુકસવાડા સહિતના ગામમાં વરસાદ. ખેડુતો માં ખુશીનો માહોલ. વહેલી સવારથી વરસાદી માહોલ.