Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદથી માલહાનિની સાથે સાથે જાનહાનિ પણ વધી છે. વરસાદના કારણે ગુજરાતમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે, અને 17 હજારથી વધુ લોકોએ સ્થળાંતર કર્યુ છે. ગઇકાલે સૌરાષ્ટ્ર રિજનમાં પડેલા ભારે વરસાદથી વીજ પુરવઠાને અસર પહોંચી છે. હાલમાં મળતી માહતી પ્રમાણે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ઠેક ઠેકાણે વીજ થાંભલા ધરાશાયી થયા છે, જેના કારણે 400થી વધુ ગામોમાં અંધારપટની સ્થિતિ સર્જાઇ છે. 


લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં જીનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં 400થી વધુ ગામમાં અંધારપટ છવાયો છે. હાલમાં કેટલાય ગામોમાં વીજ પૂરવઠો ઠપ્પ થયો છે. સૌરાષ્ટ્રમાં 500 વીજ થાંભલા વરસાદના કારણે ધરાશાયી થયા છે. સૌરાષ્ટ્રમાં 34 ટીસી ફેઈલ થયા છે, જ્યારે 1200થી વધુ ફીડર બંધ થયા છે. આ ઉપરાંત અનેક ઠેકાણે વૃક્ષો પડી જતા વીજ તાર તૂટ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. 24 કલાકમાં સૌથી વધુ ખંભાળિયામાં 18 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જામનગરમાં સાડા પંદર ઈંચ, જામજોધપુરમાં 13 ઈંચ અને લાલપુરમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. 


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદના આંકડા - 
ખંભાળિયામાં 18 ઈંચ વરસાદ ખાબક્યો
જામનગરમાં ખાબક્યો સાડા પંદર ઈંચ વરસાદ
જામજોધપુરમાં ખાબબક્યો 13 ઈંચ વરસાદ
લાલપુરમાં ખાબક્યો 14 ઈંચ વરસાદ
રાણાવાવમાં 12 ઈંચ વરસાદ
કાલાવડમાં ખાબક્યો સાડા 11 ઈંચ વરસાદ
લોધિકા, ભાણવડ સાડા 10 ઈંચ વરસાદ
કોટડાસાંગાણીમાં સાડા 10 ઈંચ વરસાદ
કલ્યાણપુરમાં સાડા 10 ઈંચ વરસાદ
પોરબંદર, દ્વારકા, રાજકોટમાં 10-10 ઈંચ વરસાદ
ધ્રોલ, ધોરાજી, જામકંડોરણામાં સાત-સાત ઈંચ વરસાદ
ગોંડલમાં સાત ઈંચ, કુતિયાણામાં છ ઈંચ વરસાદ
જોડિયા, વાંકાનેરમાં છ-છ ઈંચ વરસાદ
વિસાવદરમાં પોણા છ ઈંચ વરસાદ
ટંકારા, વંથલીમાં સાડા પાંચ ઈંચ વરસાદ
માણાવદર, મેંદરડામાં પાંચ-પાંચ ઈંચ વરસાદ
ઉપલેટા, કેશોદ, મોરબીમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ
ભેંસાણ, ચોટીલામાં પોણા પાંચ ઈંચ વરસાદ
જેતપુર, નડિયાદ, મહુવામાં સાડા ચાર ઈંચ વરસાદ
પડધરી, મહુધા, બાબરામાં ચાર-ચાર ઈંચ વરસાદ
તાલાલા, જૂનાગઢ તાલુકા, જૂનાગઢ શહેરમાં ચાર-ચાર ઈંચ વરસાદ
અબડાસામાં ચાર ઈંચ, બોટાદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
ગઢડામાં સાડા ત્રણ ઈંચ, કપડવંજમાં ત્રણ ઈંચ વરસાદ
થાનગઢ, જસદણમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ
કઠલાલ, વિજયનગર, મોડાસામાં અઢી-અઢી ઈંચ વરસાદ
ધંધુકા, માળીયા હાટીના, ભુજમાં અઢી-અઢી ઈંચ વરસાદ
તારાપુર, સોજીત્રા, રાણપુરમાં સવા બે ઈંચ વરસાદ


આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જળતાંડવ વચ્ચે રાજ્ય સરકાર એક્શનમાં છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમિક્ષા કરી છે. વડોદરામાં વિશ્વામીત્રીએ ભયજનક સપાટી વટાવી છે. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને દૂર રહેવાની અપીલ કરાઈ છે. ઉકાઈ ડેમમાં હજૂ પાણીની ધરખમ આવક થઇ છે. તાપી નદીમાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. લોકોને નદીથી દૂર રહેવાની અપીલ કરાઇ છે.


આ પણ વાંચો


Rain: ખંભાળિયામાં આભ ફાટ્યૂ, 18 વરસાદથી તબાહી, અહીં જુઓ 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદના આંકડા