Gujarat Rain Weather Forecast Update: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર રીએન્ટ્રી કરી છે, કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ ફરીથી જામ્યો છે. તાજેતરમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સરસ્વતી તાલુકામાં ખાબક્યો છે. રાજ્યમાં 14 જુલાઇએ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 13 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

Continues below advertisement

તાજેતરમાં જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 જુલાઈના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ મહેર વરસાવી છે. કુલ 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 26 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 5 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.પાટણના સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત નર્મદાના ડેડિયાપાડામાં 2.68 ઇંચ વરસાદ વરસ્યો છે.તો વલસાડના કપરાડામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સુરતના ઉમરપાડામાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ અને જાંબુઘોડામાં 1.77 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ વઘઈ, વાલિયા, પારડી અને પાટણ તાલુકાઓમાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Continues below advertisement

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જો કે 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાનું પણ અનુમાન છે. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે હાલ રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય હોવાના પગલે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

જુલાઇમાં વરસાદી માહોલ

જુલાઈ મહિનામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવશે. તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે, જેથી વરસાદી માહોલ છવાયો છે.