Gujarat Rain: જુનાગઢ વિસ્તારમાં મેઘ મહેર  યથાવત જોવા મળી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ કેશોદ તાલુકામાં ચાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ચાડા પાંચ ઈંચ વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયા હતા. 


 



ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વાડી વિસ્તારોના રસ્તાઓમાં નદી જેવો માહોલ સર્જાયો છે. ભારે વરસાદને કારમે ચેકડેમ અને તળાવો છલકાઈ ગયા છે. આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાયા છે. નોંધનીય છે કે, મૌસમનો કુલ સાડા એકવીસ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ફરીથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.


આ ઉપરાંત  જૂનાગઢના માંગરોળ તાલુકાના સરસાલી ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોના પાળા તૂટવાના સમાચાર મળી રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ વરસાદી પાણી ધુસ્યા છે. ખેતરનું ધોવાણ થઇ ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે.  રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. રોડ સ્તાઓ પર ગોઠણ ડુબ પાણી વહેતા જોવા મળી રહ્યા છે. જાણે શેરીઓમાં નદીઓ બની ગામમાંથી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીનો તેજ પ્રવાહ સરસાલી ગામની શેરીયોમાથી વહી રહ્યો છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખળીને નુકશાની પહોંચી છે.


આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી


રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 18 જુલાઇ બાદ વરસાદનું જોર વઘશે. હવામાન વિભાગની આગાહી મુજબ 17 જુલાઇ બાદ  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ  આગામી 18 જુલાઇ બાદ ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધશે તો. આગામી બેથી ત્રણ દિવસ માત્ર હળવો કે છુટછવો વરસાદ રહેશે. 18 જુલાઇ બાદ ફરી રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને ખાસ કરીને 18 જુલાઇ બાદ સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સાર્વત્રિક સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 18 જુલાઇ બાદ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે.


 



હવામાન વિભાગે 17 અને 18 તારીખે ભારે વરસાદની આગાહી કરી છે. જેના લઇને આ બંને દિવસ  માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવવામાં આવી છે. આજે વલસાડ નવસારી સુરત  સમામાન્ય વરસાદનો અનુમાન છે.  અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં આગામી  24 કલાક વાદળ છાયું વાતાવરણ રહેશે.


 અમરેલીમાં વરસાદી માહોલ






 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial