Gujarat Rain: પોરબંદર જિલ્લાના ઘેડપંથકના ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે  કુતિયાણા તાલુકામાં છેલ્લા ચાર કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાતા ગામડાઓ જળ બંબાકાર થયા છે. તો કુતિયાણા તાલુકાના પસવારીથી ઘેડ પંથકને જોડતા રસ્તા પર ભાદર નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત મહોબતપર ગામના 160 લોકોનું રેસ્કયું કરી સલામત સ્થળે રાખવામાં આવ્યા છે. હજુ પણ ભાદર નદીનું સ્તર વધી રહ્યું છે. હાલ વહીવટી અને પોલીસ વિભાગના જવાનો સતત ખડેપગે જોવા મળી રહ્યા છે.


 



હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવતાં વરસાદ શરૂ થયો હતો. પોરબંદર તાલુકાના માધવપુર ઘેડમાં ત્રણ કલાકમાં ૫ ઇંચ તો કુતિયાણામાં ૨ કલાકમાં ૫ ઇંચ વરસાદ પગલે જ્યાં જુઓ ત્યાં ગ્રામ્ય પંથકના પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. કુતિયાણાની મુખ્ય બજાર તો શેરી ગલીઓમાંથી પાણી વહી રહ્યા છે. હજુ ગ્રામ્ય પંથકના વરસાદ વરસી રહ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં જોડતા કેટલાક રસ્તાઓ પણ બંધ થયા છે.




હવામાન વિભાગની આગાહીને પગલે આગામી 24 કલાક દરમિયાન જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


દ્વારકા, ગીર સોમનાથ , અમરેલી, અમદાવાદ , ખેડા, આણંદ, ભરુચ, સુરત ,તાપી, ડાંગ અને નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, ગીર સોમનાથ , અમરેલી, અમદાવાદ , ખેડા, આણંદ, ભરુચ, સુરત ,તાપી, ડાંગ અને નવસારીમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.  તો બીજી તરફ કચ્છ, મોરબી, સુરન્દ્રનગર, બોટાદ , મહેસાણા , ગાંધીનગર , સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 


આગામી 5 દિવસ રાજ્યનાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી


ગઈકાલથી રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. સુત્રાપાડામાં અને ધોરાજીમાં તો વરસાદે તારાજી સર્જી છે. અહીં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુત્રાપાડામાં 22 ઈંચથી વધુ વરસાદ પડતા ચારેકોર પાણી જ પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ હજુ લોકોને વરસાદથી રાહત મળશે નહી. આગામી 5 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial