Gujarat Rain Live Updates: મૂશળધાર વરસાદથી પોરબંદર જિલ્લો જળબંબાકાર, ફાયર વિભાગે દિવ્યાંગ દંપત્તિનું કર્યું રેસ્ક્યુ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ અને કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો

gujarati.abplive.com Last Updated: 19 Jul 2024 02:52 PM
દ્વારકાના કલ્યાણપુર પંથકમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ

દ્વારકાના કલ્યાણપુર પંથકમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રીના બેથી ચાર વાગ્યા દરમિયાન છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.  10  ઈંચ વરસાદના પગલે કલ્યાણપુર, હરીપર, ભાટિયા, ટંકારિયા અને કેનેડી સહિતના ગ્રામ્ય વિસ્તાર પાણી-પાણી થયા છે.  ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના ખેતરોમાં જળભરાવની સ્થિતિ ઉભી થઈ છે. 


દ્વારકાના લાંબા ગામે પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે કલ્યાણપુરનો વાડી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે.  વાડી અને ખેતરોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  જામખંભાળિયા પંથકમાં પણ વરસેલા મુશળધાર વરસાદથી મોવાણ ગામની કુંતી નદીમાં ઘોડાપૂર આવતા સુરાપુરા દાદાના મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતાં. કુંતી નદીમાં પૂરના કારણે દ્વારકા- લીંબડી સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો હતો. વલસાડમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા. વલસાડની એલઆઈસી ઓફિસ, વલસાડ કલેક્ટર ઓફિસ બહાર પાણી ભરાયા હતા. મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાઇ ગયા હતા.

ખંભાળિયામાં મૂશળધાર વરસાદ

દ્વારકાના ખંભાળિયામાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ખંભાળિયામાં કારમાં સવાર તમામ લોકોનું સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યું હતું.

વેરાવળ એસટી બસ સ્ટેશનમાં પાણી ભરાયા

ગીર સોમનાથમાં વેરાવળ એસટી બસ સ્ટેશનમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે એસટી બસ સ્ટેશન પર પાણી ફરી વળ્યા હતા. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયા હતા.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારવાડા ગામના વાડી વિસ્તારમાં સાત  ખેતમજુરો ફસાયા હતા.  ખેત મજુરે ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપતા ફાયર વિભાગે તાત્કાલિક તમામ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ.

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  તાલુકાના છાડવાવદરમાં આભ ફાટ્યા જેવી  સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામના અનેક વિસ્તાર અને રસ્તાઓ પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈ અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. 


રાજકોટના ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ભાડેર, ચિચોડ, નાની મારડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જોવો ત્યાં  વરસાદી પાણી જોવા મળે છે. ગામના અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે.   ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની  ચિંતા વધી છે.  રસ્તા પર પાણી ફરી વળતા ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

જૂનાગઢના માળીયાહાટીનાનો ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાયો

જૂનાગઢના માળીયાહાટીનાનો ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાયો હતો. ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા. ભાખરવડ, વડાળા, વીરડી ગામના લોકોને એલર્ટ કરાયા હતા. 

જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો

જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચરેલ ગામે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા ત્રણ કલાકથી ચરેલ ગામમાં વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટાના કરાણા ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પાણીમાં અટવાયેલ સગર્ભા મહિલાને 108ની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. 

ગીર સોમનાથ-વેરાવળ બાયપાસ પર પાણી ભરાયા

ગીર સોમનાથ-વેરાવળ બાયપાસ પર વરસાદી પાણી ભરાયા હતા. ભાલપરા નજીક ઘૂંટણસમા પાણી ભરાયા હતા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

મૂશળધાર વરસાદથી પોરબંદર જિલ્લો જળબંબાકાર

મૂશળધાર વરસાદથી પોરબંદર જિલ્લો જળબંબાકાર થયો હતો. જળબંબાકારથી કેટલાક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા. શિમલા આઈસ ફેક્ટરી પાસે દિવ્યાંગ દંપતિ ફસાયું હતું. ફાયર વિભાગના જવાનોએ દિવ્યાંગ દંપતિનો જીવ બચાવ્યો હતો. પોરબંદર જિલ્લામાં ફાયરબ્રિગેડે 11 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.

જૂનાગઢના માળીયાહાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો

જૂનાગઢના માળીયાહાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ હતી. માંગરોળ-કેશોદના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વંથલી, કેશોદ,પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. માંગરોળ નજીકનું ઓસા ગામ બેટમાં ફેરવાયુ હતું. ભાણવડના નવાગામ રોડ પર વેરાડી નદીના પાણી ફરી વળ્યા હતા. 

14 ઈંચ વરસાદથી પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ

14 ઈંચ વરસાદથી પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પોરબંદર શહેર, ગ્રામ્ય અને બરડા પંથક જળમગ્ન થયો છે.  પોરબંદર-રાણાવાવ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાયો હતો. 

રાજકોટના ધોરાજી તાલુકામાં આભ ફાટ્યું હતું

રાજકોટના ધોરાજી તાલુકામાં આભ ફાટ્યું હતું. ધોરાજીના છાડવાવદરમાં 14 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્રણ કલાકમાં 14 ઈંચ વરસાદથી છાડવાવદર ગામ સંપર્ક વિહોણું થયું હતું. ભોલગામડા ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.  

જૂનાગઢના ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમાં ફેરવાયુ

જૂનાગઢના ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમાં ફેરવાયુ હતું.  ફુલરામા ગામમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. લોકો ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાતા હાલાકીનો સામનો કરી રહ્યા છે.  ભારે વરસાદથી સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયું હતું.

કેશોદનું મૂળિયાસા ગામ બેટમાં ફેરવાઈ ગયું

જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાની રિ-એન્ટ્રીના કારણે કેશોદનું મૂળિયાસા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. લોકોના ઘર હોય કે મકાન કે પછી દુકાન અને મંદિર બધુ જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઘેડ પંથકના મૂળિયાસા ગામમાં વારંવાર જળભરાવની સ્થિતિના પગલે અહીંના લોકો ત્રસ્ત છે.

જામનગરના લાલપુરમાં સતત બીજા દિવસે વરસાદ

જામનગરના લાલપુરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. ઉમાધામ સોસાયટી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદથી પોરબંદર જિલ્લામાં ટ્રેન વ્યવહારને અસર

ભારે વરસાદથી પોરબંદર જિલ્લામાં ટ્રેન વ્યવહારને અસર થઇ છે. ભારે વરસાદથી કેટલીક ટ્રેનોને રદ્દ કરાઇ હતી. પોરબંદર કાનાલુસ વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા હતા.

જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર

ધોધમાર વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મુળિયાસા અને મઢડા ગામ બેટમાં ફેરવાયુ હતું. મુળિયાસામાં ઘર,દુકાન, મંદિરો પાણીમાં ગરકાવ થયું હતું. મઢડા ગામમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. મુળિયાસા અને મઢડા વચ્ચેનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો.

ઉપલેટા તાલુકાનો વેણુ- 2 ડેમ 90 ટકા સુધી ભરાયો

રાજકોટ તથા ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે ઉપલેટા તાલુકાનો વેણુ- 2 ડેમ સંપૂર્ણ સપાટી નજીક પહોંચ્યો છે.  કુલ 54.16 ફૂટની જળસપાટી ધરાવતા વેણુ- 2 ડેમની જળસપાટી 50.85 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 12 હજાર 607 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમનું રૂલ લેવલ જાળવવા આવક જેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ 90 ટકાથી વધુ ભરાઈ જતા પ્રશાસને સલામતીના ભાગરૂપે ગધેથડ, વરજાંગજાળિયા,નાગવદર, મેખા ટિંબડી, નીલાખા સહિતના નીચાણવાળા ગામને એલર્ટ કરાયા છે.  પ્રશાસને નદીના પટ વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા સૂચના આપી છે.

જૂનાગઢમાં આજે ફરી સવારથી જ ફરી વરસાદ શરૂ થયો

જૂનાગઢમાં આજે ફરી સવારથી જ ફરી વરસાદ શરૂ થયો છે. જૂનાગઢના વંથલી, મેંદરડા, કેશોદ તાલુકામાં ભારે વરસાદ શરૂ થયો છે. કેશોદના ઈટાળી ગામમાં તો મુશળધાર વરસાદના પગલે ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. આ તરફ જૂનાગઢના કેશોદ તાલુકાના સોંદરડા ગામમાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો. જેના પગલે સોંદરડા ગામનો ડેમ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત સોંદરડા ગામમાં વહેતી સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું હતું. આ તરફ વરસાદના પગલે જૂનાગઢના વધાવી ગામ તરફ આવતો રોડ બંધ થઈ ગયો હતો. જૂનાગઢ શહેરમાં સવારથી ફરી શરૂ થયેલા વરસાદના કારણે ઝાંઝરડા રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે.

કેશોદનું મૂળિયાસા ગામ બેટમાં ફેરવાયું

જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાની રિ-એન્ટ્રીના કારણે કેશોદનું મૂળિયાસા ગામમાં ફરી એ જ સ્થિતિ નિર્માણ પામ્યું છે. ઘેડ પંથકનું મૂળિયાસા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. લોકોના ઘર હોય કે મકાન કે પછી દુકાન અને મંદિર બધુ જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઘેડ પંથકના મૂળિયાસા ગામમાં વારંવાર જળભરાવની સ્થિતિના પગલે અહીંના લોકો ત્રસ્ત છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. કલ્યાણપુર, વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૂત્રાપાડા, તાલાલા, ગીર ગઢડામાં વરસાદ વરસ્યો હતો. કલ્યાણપુરમાં સાડા 10 ઈંચ વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડામાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.

પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ

પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં 14 ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરના છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. માત્ર રાત્રીના જ પોરબંદર શહેરમાં છ ઈંચ, રાણાવાવમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક સોસાયટીમાં તો ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા. જીવનજરૂરી વસ્તુ માટે ઘર બહાર નીકળેલા લોકોના વાહનો બંધ પડી જતા પરત ફરવું પડ્યું હતું. રવિ પાર્કના સ્થાનિકોએ પાલિકા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે.

મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિ

મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.  જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારવાડા ગામના વાડી વિસ્તારમાં કેટલાક ખેતમજૂરો ફસાયા હતા. ખેત મજૂરે ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપતા ફાયર વિભાગે તાત્કાલિક લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ. ફાયર વિભાગે બોટના માધ્યમથી પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને રાતના અંધારામાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતું મકાનની છત પર આશ્રય લઈ રહેલા એક જ પરિવારના છ સભ્યોનું રેસ્ક્યુ કર્યુ હતું. એટલું જ નહીં આખી રાત ફાયર વિભાગના જવાનોએ જીવને જોખમમાં મુકીને વાડી વિસ્તારમાં ફસાયેલા 11 લોકોનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો

દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ

દ્વારકાના કલ્યાણપુર પંથકમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રીના બેથી ચાર વાગ્યા દરમિયાન છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  છ ઈંચ વરસાદના પગલે કલ્યાણપુર, હરીપર, ભાટિયા, ટંકારિયા અને કેનેડી સહિતના ગ્રામ્ય વિસ્તાર પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના ખેતરોમાં જળભરાવની સ્થિતિ ઉભી થઈ હતી. તો દ્વારકાના લાંબા ગામે પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો.

દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામમાં છ ઈંચ વરસાદના પગલે જનજીવન પ્રભાવિત

દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામમાં છ ઈંચ વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ભાટિયા ગામ નજીક રોડ- રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. એક સ્કૂલની બસ પણ રસ્તા પર ફસાઈ ગઈ હતી. તો અનેક ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા હતાં. વરસાદના વિરામ બાદ પાણી ઉતરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો છે.

ઉનામાં ધોધમાર વરસાદ

ગીર સોમનાથના ઉના નજીક મચ્છુન્દ્રી નદીમાં પાણીના તેજ પ્રવાહમાં ટ્રેકટર અને જેસીબી મશીન પાણીમાં ડૂબ્યા હતા.  ઉનાના ગીર ગઢડા, વેરાવળ, સૂત્રાપાડા અને તાલાલા પંથકમાં ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા હતા. નદીમાં નવા નીરના કારણે જુડવડલી ગામે મચ્છુન્દ્રી નદીમાં ચેકડેમની કામગીરી ચાલી રહી હતી. આ સમયે જ ઓચિંતા પાણી આવી જતા ટ્રેકટર અને જેસીબી મશીન પાણીમાં ડૂબ્યા હતા. સદનસીબે બંને ચાલક બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. પાણી ઓસર્યા બાદ ટ્રેકટર અને જેસીબી મશીનને બહાર કાઢવામાં આવ્યા હતાં.

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો

જૂનાગઢ જિલ્લામાં ગુરૂવારના સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. કાત્રાસા ગામ નજીકથી પસાર થતી રજમી નદીમાં ભારે વરસાદથી પૂર આવ્યું હતું. નદીના તેજ પ્રવાહમાં એક કાર ચાલક પસાર થવા જતા કાર સહિત તણાઈ ગયો હતો. સ્થાનિકોએ પ્રશાસનને જાણ કરી હતી.  ફાયરબ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ ઈકો કાર ચાલક ભરતભાઈની શોધખોળ શરૂ કરી છે.

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર થઇ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ અને કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો.  તો કેશોદ અને વંથલીમાં છેલ્લા બે કલાકમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.


તે સિવાય છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં 14 ઈંચ, દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 10 ઈંચ,  પોરબંદરના રાણાવાવમાં સાડા નવ ઈંચ, ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના કેશોદમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના વંથલીમાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા છ ઈંચ, જૂનાગઢના માણાવદરમાં સાડા છ ઈંચ, પોરબંદરના કુતિયાણામાં પોણા છ ઈંચ, જામનગરના જામજોધપુરમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.


ઉપરાંત જૂનાગઢના વિસાવદરમાં પોણા પાંચ ઈંચ, જૂનાગઢના માંગરોળમાં પોણા પાંચ ઈંચ, રાજકોટના ઉપલેટામાં પોણા પાંચ ઈંચ, જૂનાગઢના માળીયાહાટીનામાં સાડા ચાર ઈંચ, રાજકોટના ધોરાજીમાં સવા ચાર ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં ચાર ઈંચ, જામનગરના કાલાવડમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.


તે સિવાય છેલ્લા 24 કલાકમા જૂનાગઢ શહેર, તાલુકામાં સાડા ત્રણ ઈંચ, અમરેલીના ખાંભામાં સવા ત્રણ ઈંચ, ગીર ગઢડામાં ત્રણ ઈંચ, અમરેલીના કુકાવાવમાં ત્રણ ઈંચ, ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચ, જૂનાગઢના મેંદરડામાં ત્રણ ઈંચ, દ્વારકાના ભાણવડમાં અઢી ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, ભાવનગરના શિહોરમાં અઢી ઈંચ, અમરેલીના બગસરામાં સવા બે ઈંચ, ગીર સોમનાથના ઉનામાં સવા બે ઈંચ, જામનગરના ધ્રોલમાં સવા બે ઈંચ, દ્વારકાના ખંભાળીયામાં બે ઈંચ, વલસાડના ઉમરગામમાં બે ઈંચ, દ્વારકા તાલુકામાં પોણા બે ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં પોણા બે ઈંચ, નવસારીના જલાલપોરમાં દોઢ ઈંચ, મોરબી તાલુકામાં દોઢ ઈંચ, રાજકોટના જેતપુરમાં દોઢ ઈંચ, મોરબીના ટંકારામાં દોઢ ઈંચ, કચ્છના ભૂજમાં દોઢ ઈંચ, નવસારી, જામકંડોરણા, ગણદેવી, જાફરાબાદમાં સવા ઈંચ ધારી, ગોંડલ, સાવરકુંડલા, એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.