Gujarat Rain Live Updates: નર્મદાના પાણીએ ભરૂચમાં મચાવી તબાહી, અનેક કારો પાણીમાં ડૂબી

નર્મદા નદીના પાણીથી ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી

gujarati.abplive.com Last Updated: 18 Sep 2023 12:56 PM
નર્મદા નદીના જળસ્તરને લઇને ભરૂચ કલેક્ટરે શું કહ્યુ

NDRF અને SDRFની 10 ટીમો રાજ્યમાં તૈનાત કરવામાં આવી

NDRF અને SDRFની 10 ટીમો રાજ્યમાં તૈનાત કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, વડોદરામાં મોટા પાયે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દાહોદ, પંચમહાલ, આણંદમાં પણ સ્થળાંતર કરાયુ હતું. રાજ્યમાં 11 હજાર 900 લોકોનું સ્થળાંતર કરાયુ છે. રાજ્યમાં 270થી વધુ લોકોનું  રેસ્ક્યુ કરાયુ છે. પ્રશાસનની સૂચનાનું પાલન કરવા નાગરિકોને CMએ અપીલ કરી હતી. 





નર્મદાના પાણીએ ભરૂચમાં  તબાહી મચાવી

નર્મદાના પાણીએ ભરૂચમાં  તબાહી મચાવી હતી. ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભરૂચના અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગોલ્ડન બ્રિજ પર જળસપાટી 35 ફુટ પહોંચી હતી. નર્મદા નદીનું પાણી રોડ રસ્તા પર ફરી વળ્યું હતું. જુના હરિપુરા, જુના ભાઠા ગામમાં પાણી ભરાયા હતા.

મહેસાણા શહેરમાં ઠેર ઠેર  પાણી ભરાયા

મહેસાણા શહેરમાં ઠેર ઠેર  પાણી ભરાયા હતા. ગોપી ગરનાળામાં પાણી ભરાયા  હતા. મોઢેરા રોડ, ટહુકો પાર્ટી પ્લોટ વિસ્તારમાં  પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. બસ સ્ટેશન પાસે પાણી ભરાતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું

કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. કાંઠા વિસ્તારના 45થી વધારે ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. મહીસાગર નદીના પાણી  સિંઘરોટ બ્રિજ પર ફરી વળ્યા હતા.  પાદરાના ડબકાના ભાઠામાંથી 30 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. તે સિવાય સાવલી અને ડેસરના કાંઠાના ગામમાંથી 360 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.


 

ભારે વરસાદથી રાજ્યના 180 રસ્તા બંધ

ભારે વરસાદથી રાજ્યના 180 રસ્તા અને બે નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યા હતા. 15 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 144 રસ્તા પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. 15 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 144 રસ્તા પર વાહનવ્યવહાર ખોરવાયો હતો.

વિસાવદરમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો

વિસાવદરમાં સાડા સાત ઈંચ , મેંદરડામાં સાડા પાંચ ઈંચ, વંથલીમાં સવા બે ઈંચ, મહેસાણામાં સાડા ત્રણ ઈંચ, મહેસાણાના વિસનગરમાં બે ઈંચ, વિજાપુરમાં દોઢ ઈંચ, બનાસકાંઠાના ડીસા, ધાનેરામાં બે બે ઈંચ, મોરબીના હળવદમાં બે ઈંચ, વાંકાનેરમાં સવા ઈંચ, બનાસકાંઠાના દિયોદરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલીના બગસરામાં દોઢ ઈંચ, બેચરાજી અને થરાદમાં સવા સવા ઈંચ, પાલનપુર, લાખણી, દાંતામાં એક એક ઈંચ, નડીયાદ, વસો, માતરમાં એક એક ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. 

કડોદ ગામમાં વરસાદી પુરથી ખતરો પેદા થયો છે

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નર્મદા નદી ઓવરફ્લૉ થઇ ગઇ છે. હવે નદીઓ અને વરસાદી પાણી આજુબાજુના ગામોમાં ઘૂસી રહ્યાં છે. ભરુચ જિલ્લાના શુક્લાતીર્થ નજીક આવેલા કડોદ ગામમાં વરસાદી પુરથી ખતરો પેદા થયો છે, કડોદમાં છેલ્લા બે દિવસથી પાણી ભરાયા છે અને અનેક પરિવારો પુરમાં ફસાયા છે

આણંદ જિલ્લાના નદીના તટમાં 14 લોકો ફસાયા

આણંદ જિલ્લાના નદીના તટમાં 14 લોકો ફસાયા હતા. મળતી જાણકારી અનુસાર, આણંદ જિલ્લાના ગજાણા ગામમાં ખેતી કામ કરવા ગયેલા 14 લોકો ફસાયા હતા. ગજાણામાં 14 ખેતમજૂરો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. જેને કારણે તેમણે  વીડિયો બનાવી મીડિયાના માધ્યમથી મદદ માટે બચાવવા માટે અપીલ કરી હતી.

ભારે વરસાદથી વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ કરાઇ

ભારે વરસાદથી વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. ભરૂચ, અંકલેશ્વર વચ્ચે ટ્રેક પર પાણી ભરાતા નિર્ણય લેવાયો હતો. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી 15થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેએ રદ થયેલ ટ્રેનોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તે સિવાય અમુક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. 

ધરોઈ ડેમમાં પાણીની ભારે આવક

ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં પાણીની ભારે આવક થઇ રહી છે. ડેમના બે દરવાજા બે ફુટ ખોલી પાણી છોડાઈ રહ્યુ છે. ધરોઈ ડેમમાં હાલ 96 હજાર 100 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ધરોઈ ડેમમાંથી 6887 ક્યુસેક પાણીની જાવક છે. ધરોઈ ડેમની હાલની જળસપાટી 619.97 ફુટ છે. નવા પાણીની આવકથી ધરોઈ ડેમ 92 ટકા ભરાયો હતો. 

નેશનલ હાઈવે નં.૪૮ પર વાહનોની લાંબી કતાર

નર્મદા મૈયા બ્રિજ બંધ થતા નેશનલ હાઈવે નં.૪૮ પર વાહનોની લાંબી કતાર લાગી હતી. તમામ વાહનો નેશનલ હાઈવે નં .૪૮ તરફ વળતા ચક્કાજામ સર્જાયો હતો. હાઇવે પર પાંચ કિલોમીટર લાંબી લાઇનો લાગી હતી. અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાયા હતા. 

કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ 

કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદીકાંઠાના ગામોને એલર્ટ  કરાયા હતા. પાદરાના મહી નદીકાંઠાના ગામોને  એલર્ટ કરાયા હતા. ડબકાના સુલતાનપુરાના ભાઠાના લાભાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ડબકા નદી કિનારે સ્મશાન પણ ધરાશાયી થયુ હતું.  સીમ વિસ્તારના 100થી વધુ મકાનોમાં પાણી ભરાયા હતા.

મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ

મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ  છે. બહુચરાજીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બહુચરાજીમાં મંદિર તરફ જવાના રસ્તા પર પાણી ભરાયા હતા.  વિસનગરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાલમ, તરભ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. 

ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીથી તાપી નદી બેકાંઠે 

ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીથી તાપી નદી બે કાંઠે વહેતી થઇ હતી. તાપી નદીના પ્રવાહમાં યુવક તણાયા હોવાની આશંકા છે. નાવડી ઓવારા પાસે મંદિરના મહારાજ ફસાયા હતા જેમનું ફાયર વિભાગે   રેસ્ક્યુ કર્યું હતું. ઉકાઈ ડેમમાંથી 2.97 લાખ ક્યુસેક પાણી છોડાયુ છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં ખાબક્યો વરસાદ

 


છેલ્લા 24 કલાકમાં ગોધરામાં સાડા નવ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં શહેરામાં સાડા નવ ઈંચ વરસાદ









છેલ્લા 24 કલાકમાં તલોદમાં સવા આઠ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં બાયડમાં સવા આઠ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ધનસુરામાં સવા આઠ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં મોરવા હડફમાં સાડા સાત ઈંચ વરસાદ

વરસાદને પગલે રેલ વ્યવહાર ખોરવાયો

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પાણી વધુ ભરાતા વડોદરા ડિવિઝનની અમુક ટ્રેનને રદ કરવામાં આવી છે. 22927 મુંબઈ અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનને નવસારી પર ઉભી રાખવામાં આવી હતી. મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી 15 થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્ધારા રદ થયેલ ટ્રેનોના નામ જાહેર કરાયા હતા. અમુક ટ્રેનના રૂટ બદલવામાં આવ્યાં છે. ટ્રેન રદ થતાં અનેક મુસાફરો અટવાયા હતા.  નર્મદાની ભયજનક સપાટીને લઈને રેલવેએ  નિર્ણય લીધો હતો. અમદાવાદથી મુંબઈ જતી અને ત્યાં થી અન્ય સ્થાને જતી 17 ટ્રેન રદ્દ કરાઈ હતી. 

બ્રેકગ્રાઉન્ડ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 100 તાલુકાઓમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તો વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.સરદાર સરોવરમાં પાણીની આવક ઘટી પણ સંકટ યથાવત છે.


નર્મદા નદીના પાણીથી ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા હતા. અંકલેશ્વરની અનેક સોસાયટીઓ હજુ પણ જળમગ્ન છે. દીવા રોડ, હાંસોટ રોડની સોસાયટીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. સોસાયટીમાં એક માળ સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભરૂચમાં નર્મદાનું જળસ્તર હજુ પણ 41 ફુટ છે. નર્મદા ડેમમાંથી પાણીનો આઉટફ્લો ઘટાડી 5.95 લાખ ક્યુસેક કરાયો છે. નર્મદા ડેમની જળસપાટી હાલ 138.68 મીટરે પહોંચી છે. નર્મદા નદીમાં પાણીની આવક ઘટી 7.15 લાખ ક્યુસેક પર પહોંચી છે. અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.


હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ ભારે વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.


રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. જેને લઈને અમુક જિલ્લામાં સ્કૂલોમાં રજા આપવામાં આવી છે. આજે નર્મદા, દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.જ્યારે ભરૂચ અને વડોદરા જિલ્લામાં નદી કાંઠા વિસ્તારોમાં આવતી સ્કૂલોમાં રજા આપવામાં આવી છે.આ જિલ્લામાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ પ્રશાસન તરફથી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.