આડેસરઃ ગઈ કાલે પૂર્વ કચ્છ આડેસર નજીકના નાના રણ વિસ્તાર સહિત વચ્છરાજ બેટમાં વરસાદ પડ્યો હતો. ત્યારે નાના રણમાં આવેલા વચ્છરાજ દાદાના મંદિરે દર્શને આવેલા પ્રવાસીઓ વરસાદને કારણે અટવાયા હતા. તેમની ગાડીઓ વરસાદને કારણે રણમાં ફસાઇ ગઈ હતી. જેની જાણ થતાં સ્થાનિકો તેમની મદદે દોડી આવ્યા હતા.


હવામાન વિભાગની આગાહી વચ્ચે પૂર્વ કચ્છના આડેસર, વછરાજબેટ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ત્યારે પૂર્વ કચ્છના નાના રણમાં ફરવા આવેલ પ્રવીસીઓના દસથી વધુ વાહનો ફસાયા હતા. 


પ્રવાસીઓની ગાડી રણમાં ફસાઈ જતા સ્થાનિક ગ્રામજનો લોકોની મદદે દોડ્યા હતા. ભારે જહેમત બાદ તમામ પ્રવાસીઓને સહી સલામત સુરક્ષિત સ્થળે આડેસર અને પલાસવાના ગ્રામજનોએ પહોંચાડયા હતા. પ્રવાસીઓની કાર ફસાતા ટ્રેક્ટર સાથે ગામના લોકો દોડી ગયા હતા અને ટ્રેક્ટરથી કાર ખેંચીને રેસ્ક્યુ કરવામાં આવી હતી અને તેમને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. 


સૌરાષ્ટ્રના કયા શહેરમાં ધોધમાર વરસાદને પગલે નદીમાં આવ્યું પૂર? જાણો વિગત


અમરેલીઃ ગઈ કાલે સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સતત એકથી દોઢ કલાક સુધી વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે નાવલી નદીમાં પુર આવ્યું છે. નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થયો હતો.  વરસાદને પગલે શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. 


ગુજરાતમાં  છેલ્લા 24 કલાકમાં રાજ્યના  45 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મહેસાણાના કડીમાં 2.7 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં 2.6 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.6 ઈંચ, સુરતના માંડવીમા 1.5 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 1.5 ઈંચ, 
ડાંગના વઘઈમાં 1 ઈંચ વરસાદ, મહેસાણાના કડીમાં 2.7 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં 2.6 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.6 ઈંચ, સુરતના માંડવીમા 1.5 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 1.5 ઈંચ અને ડાંગના વઘઈમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. 


નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વાતાવરણમાં અત્યારે આવ્યો પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ચીખલી અને આસપાસના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદી છાંટા પડતાં અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે. 
સુરતમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સુરતના અઠવા, મજુરા,પારલે પોઇન્ટ,અડાજણ પાલ વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાત્રે બફારાનો અનુભવ, સવારે ઠંડક છે.  આજે 7 જૂનના રોજ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.