Amreli Rain: ગુજરાતમાં ચોમાસું (Monsoon sets in Gujarat) જામી રહ્યું છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાં ધોધમાર (Rain in Amreli District) વરસાદ પડ્યો. બાબરા, લીલીયા, બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ છે. ખાંભા શહેર અને ગામડાઓમાં વરસાદ છે. સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ (Happy Farmers) થઈ ગયા છે.  લાઠી શહેર અને આસપાસના ગામડાઓતાજપર, રામપુર સહિતના વિસ્તારમાં વરસાદ છે. કુકાવાવના અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. લીલીયા શહેર અને આસપાસના ગામમાં વરસાદ છે.


રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.


આગાહી મુજબ:



  • આજે (29 જૂન): બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની શક્યતા.

  • 30 જૂન: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા.

  • જુલાઈ: પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા.

  • જુલાઈ: નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.

  • જુલાઈ: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.


રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરમાં વરસાદી માહોલ છવાતા બપોરે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સારો વરસાદ થતા રાજકોટ શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની પોલ ખુલી હતી. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા હતા. માત્ર એક ઈંચ વરસાદમાં 150 ફૂટ રિંગ રોડ પાણી પાણી થયું હતું. અમિન માર્ગના છેડે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા.




સામાન્ય વરસાદમાં રાજમાર્ગો  જળબંબાકાર થયા હતા. એસ્ટ્રોન ચોકના નાળામાં વરસાદી પાણી ભરાતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હેમુ ગઢવી હોલ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. રાજકોટ પ્રશાસનના પાપે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે, દર વર્ષની આ સ્થિતિ છતાં પ્રશાસન સુધરવા તૈયાર નથી. રાજકોટ મનપાનું નઘરોળ પ્રશાસન ક્યારે સુધરશે એ મોટો સવાલ છે.


આ પણ વાંચોઃ


ઋતુ બદલાતા જ બાળકો પડવા લાગે છે બીમાર, જાણો ચોમાસામાં કેવી રીતે રાખશો સંભાળ?