બોટાદઃ સમગ્ર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.  બોટાદ જિલ્લામાં પણ ગઈકાલ રાતતી મેઘમહેર થઈ છે અને ક્યાંક ઓછો તો ક્યાંક વધારે વરસાદ નોંધાયો છે. રોહિશાળા ગામે રાતે 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.




ભારે વરસાદના કારણે રોહિશાળાથી બોટાદ અને ગઢડા જવાનો મુખ્ય રસ્તો તુટી ગયો હતો. રસ્તાના બે ભાગ થઈ જવાના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.



આગામી 5 દિવસમાં ગુજરાતમાં સાર્વત્રીક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે ગુજરાતમાં 2 સાયક્લોનિક સિસ્ટમમાંથી એક સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થતાં રાજ્યમાં સપ્તાહના અંત સુધી મેઘમહેર થશે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં કોહલીને કેમ આરામ ન અપાયો ? કારણ જાણીને ચોંકી જશો