Gujarat Rains: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ છે. ભારે વરસાદના પગલે જૂનાગઢનાં સૌથી વધુ 15, જામનગરના 7, રાજકોટના 5, અમરેલીના 4, મોરબીના 2 સહિત 33 ડેમ છલકાયા છે. સોરઠમાં ભારે વરસાદથી મધુવંતિ, આંબાજળ, ઝાંઝેશ્રી, ઉબેણ, ધ્રાફડ, ઓઝત વિપર (શાપુર), ઓઝત વિપર (વંથલી), મોટા જુગરીયા, સાબલી, વ્રમી, બાંટવા ખારો, હસ્નાપુર, ઓઝત આણંદપુર, ઉબેણ કોરાળા, સહિતના ડેમ છલકાયા છે. જયારે હિરણ-1-2, શિંગોળા, મચ્છુન્દ્રી, રાવલ સહિતના 15 ડેમમાં નવા નીરનું આગમન થયું છે.
શું અપાઈ સૂચના
ગીર સોમનાથનો હિરણ-2 ડેમ 70 ટકા ભરાતા વેરાવળ-તાલાળાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાખર ન લઇ જવા કડક સૂચના આપવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં હિરણ-2 ડેમ ડીઝાઇન સ્ટોરેજના 70 % એટલે કે આર.એલ. 69.60 મીટર, ઉંડાઇ 7.19 મીટર તથા જીવંત જથ્થો 23.499 એમ.સી.યુ. એમ. જેટલો ભરાયેલ હોય, હિરણ-2 ડેમના હેઠવાસમાં આવતાં ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાખર ન લઇ જવા સૂચના આપવામાં આવી છે.
ડેમનું રૂલ લેવલ જાળવવા ગમે ત્યારે દરવાજા ખોલવામાં આવી શકે
ડેમનું નિર્ધારીત રૂલ લેવલ 70.75 મીટર જાળવવા કોઇપણ સમયે દરવાજા ખોલવાની આવશ્યકતા ઉભી થશે જેથી સાવચેત રહેવાં જણાવાયું છે. તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા,મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચિત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં આજે પણ રહેશે મેઘ મહેર
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતમાં મેઘ મહેર રહેશે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદનો હવામાન વિભાગનો અનુમાન છે. જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આજે પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સાથે માછીમારોને હજુ ત્રણ દિવસ દરિયો ન ખડેવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની માહિતી મુજબ હાલ ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે અને આવતીકાલથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે.
Join Our Official Telegram Channel: