Gujarat Monsoon 2022: ભાદરવામાં ભરપુર એ કહેવક છેલ્લા 3 દિવસથી અમદાવાદ શહેરમાં સાચી પડી રહી છે. શહેરમાં સતત ત્રીજા દિવસે બપોરનો સમય હોવાછતાં રાતના સમય જેવું અંધારું છવાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ દરમિયાન આજે હવામાન વિભાગે આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે.


આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ત્રણ દિવસ વાવાઝોડા સાથે વરસાદ પડશે. 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા  દબાણના લીધે ભારે વરસાદ પડશે. બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


સુરતમાં વિરામ બાદ ફરી વરસાદ


ડાયમંડ નગરી સુરતમાં થોડા દિવસોના વિરામ બાદ વરસાદ ફરીથી શરૂ થયો છે. અઠવા, પારલે પોઇન્ટ,મજુરા,પાલ અડાજણ યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ છે.


કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો

કચ્છના ભુજ તાલુકા પથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. માધાપર, ભુજ, મિરઝાપર, સુખપર,માનકુવા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. સવારથી ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાત્રે પણ કચ્છમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે ભુજ શહેરમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.


વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ


વડોદરાના વાઘોડિયામા ધોધમાર વરસાદ છે. ગાજવીજ સાથે સતત અડધા કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તાલુકાના ગોરજ, પિપડીયા, નિમેટા, રસુલાબાદ, વ્યારા પંથકમા જોરદાર વરસાદ પડતાં બજારોમાં નદીની માફક પાણી વહ્યા છે. સતત ગરમી અને બફારા વચ્ચે ત્રસ્ત નગરજનોને રાહત મળી છે. વરસાદ પડતા વાતાવરણમા ઠંડક પ્રસરી છે.


રાજ્યમાં આ વર્ષે કેટલો પડ્યો છે વરસાદ
 ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને અત્યાર સુધી 35 ઈંચ સાથે સીઝનનો 106 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રાજ્યમાં આ વખતે 72 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવો માત્ર એક તાલુકો છે.


આ પણ વાંચોઃ


અમદાવાદમાં સતત ત્રીજા દિવસે કડાકા ભડાકા સાથે વરસાદ, પોશ વિસ્તારો થયા પાણીમાં ગરકાવ