Ahmedabad Rains: અમદાવાદમાં સતત ત્રીજા દિવસે કડાકા ભડાકા સાથે વરસાદ, પોશ વિસ્તારો થયા પાણીમાં ગરકાવ
શહેરના વાતાવરણમાં આજે બપોરે અચાનક પલટો આવતા આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયુ હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહેરના મકરબા ઉપરાંત સરખેજ,બોડકદેવ ઉપરાંત એસ.જી.હાઈવે સહિતના વિસ્તારમાં વીજકડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાનુ શરુ થતા વિઝીબીલીટીમાં ઘટાડો થતા લોકોને ફરજીયાત તેમના વાહનોની લાઈટ શરૂ કરવી પડી હતી.
અમદાવાદના પ્રહલાદનગર, ઈસ્કોન, સરખેજ, સેટેલાઈટ,આનંદનગર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા છે.
સેટેલાઈટ, જોધપુર,વેજલપુર, રાણીપ અને સાબરમતી વિસ્તારમાં વરસાદે જમાવટ કરતા અસહય ઉકળાટની વચ્ચે વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી
વરસાદના કારણે પાણી ભરાઈ જતાં ઘણી જગ્યાએ વાહનોની લાઈન લાગી હતી. અમુક સ્થળોએ લોકોએ વાહનો બંધ પડી ગયા બાદ ધક્કા મારીને બહાર કાઢવાની નોબત આવી હતી.
ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને અત્યારસુધી ૩૫ ઈંચ સાથે સીઝનનો 106 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
રાજ્યમાં આ વખતે 72 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવો માત્ર એક તાલુકો છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.