હાલ ગુજરાતમાં વરસાદી માહોલ ચાલુ છે ત્યારે ઉપરવાસમાંથી પાણની આવકમાં સતત વધારો થતાં નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 132.93 મીટરે પહોંચી ગઈ છે જેને કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદા નદીના પાણી ભરૂચ શહેરના નીચાણવાણા વિસ્તારમાં ઘુસી જતાં લોકોમાં ફફટાડ જોવા મળ્યો હતો.


ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થતાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 132.93 મીટર પર પહોંચી છે. ડેમના 23 દરવાજામાંથી 10 લાખથી વધુ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી કાંઠાના 21 ગામોને કરવામાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે નર્મદા બંધના પટમાં 3.36 કરોડ યુનિટ વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

ડેમમાંથી સતત છોડાઈ રહેલા પાણીના કારણે નર્મદા નદીનું જળસ્તર વધતા તકેદારીના ભાગરૂપે કુલ પાંચ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. નર્મદાના કળનારી, નવા માંડવા, માલસ સહિત પાંચ ગામમાંથી 108 લોકોને ખસેડાયા છે.

ભારે વરસાદના પગલે રાજ્યના 103 ડેમ છલોછલ ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રના 140 ડેમોમાં 93.93 ટકા પાણી કચ્છના 13 ડેમોમાં 88.27 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના 9 ડેમમાં 77.39 ટકા પાણી, મધ્ય ગુજરાતના 6 ડેમમાં 85.27 ટકા પાણી તો ઉત્તર ગુજરાતનો એક જ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે.