આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ઝાપટાની સંભાવના છે. ગુજરાતમાં બુધવારથી વરસાદનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પાંચથી વધુ વ્યક્તિના મૃત્યુ થયા છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાંથી આ વખતે 16થી વધુના ડૂબવાથી મૃત્યુ થઈ ચુક્યા છે. આ ઉપરાંતનર્મદા નદીમાં પાણીનું સ્તર વધવા લાગતા ભરૂચ-વડોદરા જિલ્લાના ગામડાઓમાંથી પાંચ હજારથી વધુ લોકોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 2 ટીમો તૈનાત છે.
આ ઉપરાંત એનડીઆરએફ એસડીઆરએફની 11 ટીમો સ્ટેંડબાય છે. વરસાદને લીધે સ્ટેટ હાઈવેના 33 સહિત કુલ 297 રસ્તાઓ બંધ છે. જ્યારે એસટીની 48 રૂટની 101 ટ્રિપ બંધ કરાઈ છે.