નર્મદા ડેમના 15 ગેટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 2 લાખ 30 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 15 ગેટમાંથી 3 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાય રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.11 મીટર પર પહોંચી ગઈ છે જ્યારે પાછી છોડાતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવાનું છે જે બાબતની જાણ કાંઠાના ગામોને કરવામાં આવી હતી.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતાં વીજ મથક ધમધમતું થયું છે. 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરી દેવામાં આવ્યા જેનાથી 5 કરોડનું વીજ ઉપકદન થઈ રહ્યું છે. વીજ મથકો ચાલતા નર્મદા નદીમાં 40,136 ક્યુસેક પાણી ઠલવાતા નર્મદા નદીનું મુખ્ય વહેણ બન્ને કાંઠે વહી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી 131.11 મીટરે પહોંચી ગઈ છે. પાણીની આવકમાં થતાં નર્મદા ડેમના 15 ગેટ ખોલવામાં આવ્યા છે.

નર્મદા ડેમના ગેટમાંથી હાલ 3 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને પગલે નર્મદા જિલ્લાના 3 તાલુકાના 21 ગામોને સાવધ કરી દેવામાં આવ્યા છે. ડેમના ગેટ લાગ્યા બાદ ડેમને 138.68 મીટર સુધી ભરી શકાય છે. ઓમકારેશ્વર ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડ્યું છે જે 24 કલાકમાં નર્મદા ડેમમાં આવશે જેને કારણે હાલ 15 ગેટ ખોલવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 29 અને 30 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં 29 ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.