અમદાવાદઃ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસમાં વરસાદ તૂટી પડશે.


હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જોકે ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 109 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે વલસાડ, નવસારી, સુરત, વાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે સુરત, નવસારી, સુરેંદ્રનગર, આણંદ, ભરૂચ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં તો 31 ઓગસ્ટે આણંદ, ખેડા, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 12 તાલુકાઓમાં 2થી સાડા 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાત્રી દરમિયાન સુરતના ચોર્યાસી, કામરેજમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો.