અરવલ્લીઃ ગુજરાતમાં આતંકી હુમલાની દહેશતને લઈ બોર્ડર પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. DGPના આદેશ બાદ ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરવામાં આવી છે. ઉપરાંત શામળાજી પોલીસને બુલેટપ્રુફ જેકેટ આપવામાં આવ્યા છે.


આતંકી હુમલાની દહેશતને લઈ પોલીસ સાથે એસઆરપીની હથિયારધારી ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે. ટ્રક સહીત વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ સમગ્ર દેશમાં આતંક વાદી હુમલાની દહેશતને પગલે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.જેને પગલે ગુજરાતની રાજસ્થાન સરહદને જોડતી શામળાજી નજીકની રતનપુર ચેક પોસ્ટ ઉપર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે.

#SLvNZ પ્રથમ ટેસ્ટઃ શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી આપી હાર, કરૂણારત્નેની સદી