Gujarat Weather update: રાજ્યમાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, દાદરા નગરહવેલી, સુરતમાં હળવો વરસાદ પડી શકે છે. ત્યાર બાદ 8 9 જૂને રાજ્યમાં વરસાદ પડશે.
હવામાન વિભાગ અનુસાર 8 તારીખે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે 9 તારીખે પંચમહાલ, દાહોદ, દાહોદ, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન નિભાગ અનુસાર અમદાવાદમાં બે દિવસ વાદળ છાયું વાતાવરણ રહેશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમા 41.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન રહ્યું છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon) ગુરુવારે કેરળ અને ઉત્તર પૂર્વ પ્રદેશમાં સમય પહેલા આવી ગયું. કેરળ અને પૂર્વોત્તરમાં ચોમાસું (Monsoon) અગાઉના ચાર પ્રસંગોએ 2017, 1997, 1995 અને 1991 માં એક સાથે આવ્યું હતું.
IMD એ જણાવ્યું કે 02-04 જૂન, 2024 દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે (64.5-115.5 mm) થી ખૂબ જ ભારે વરસાદ (115.5-204.4 mm) થવાની સંભાવના છે.
હવામાન (Weather) વિભાગે 3 થી 6 જૂન દરમિયાન સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન (Weather) વિભાગે કહ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.
IMDએ જણાવ્યું હતું કે સોમવારે (3 જૂન) પંજાબ, હરિયાણા, દિલ્હી, જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના જુદા જુદા ભાગોમાં ગરમીની લહેરોની સંભાવના છે.
હવામાન (Weather) વિભાગે જણાવ્યું કે ગુરુવારે (06 જૂન, 2024) ઝારખંડના કેટલાક ભાગોમાં હીટ વેવની સ્થિતિની સંભાવના છે.
ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ રવિવારે (2 જૂન) જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસાએ હવે મધ્ય અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, રાયલસીમા અને આંધ્રપ્રદેશના વધુ ભાગોને આવરી લીધા છે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું 2024 દક્ષિણ-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં પણ આવી ગયું છે. IMD અનુસાર, ચોમાસું આગામી 2-3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને બંગાળની ખાડીના ભાગોમાં આગળ વધવાની સંભાવના છે.