જૂનાગઢઃ મેંદરડાના ગઢાળી ગામે બેઠો પુલ પાણીમાં તણાઇ જતાં ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝ-વે પુલના 14 ભુગંળા પાણીમા તણાતા ગામ બે ભાગમા વહેચાણુ છે. ગઢાળી ગામની મઘ્યમાથી પસાર થતી નદી પર આ બેઠો પુલ આવ્યો છે. વર્ષોથી બેઠા પુલનો ઉપયોગ ગ્રામજનો કરતા હતા.


બેઠા પુલની બાજુમાં નવા પુલનું કામકાજ છેલ્લા 4 મહીનાથી બંધ થયું છે. બીજી તરફ બેઠો પુલ પણ પાણીમાં તણાઇ જતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગ્રામજનોની માંગ છે કે, તંત્ર ફરી પુલનું અધુરૂ કામ પૂરું કરાવે અને પાણીમાં ધોવાયેલ કોઝવેને ફરી બનાવવામાં આવે.