BIperjoy Cyclone:બીપરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. વાવાઝોડાના પગલે દરિયાઇ કિનારાના વિસ્તારને એલર્ટ કરી દેવાયા છે તો ગુજરાતના બીચ પણ બંધ કરી દેવાયા છે.


વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.  વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડ નો સુપ્રસિદ્ધ તિથલ બીચ બંધ કરવામાં આવ્યો છે . સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.



બીપરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત પર નહિવત છે તેમ છતાં હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડાના કારણે ગુજરાતના દરમિયામાં કરંટ જોવા મળશે. જેના પગલે ગુજરાતના બીચ બંધ કરવામાં આવ્યાં છે. તીથલ બીચ પર હાલ પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.


વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ દરિયો સહેલાણી માટે બંધ કરી દેવામાં આવે છે તિથલ બીચ ઉપર આવેલી દુકાનો અને સ્ટોલ સંચાલકો ને દુકાનનો જરૂરી સામનો  ઉઠાવી લેવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે સાથે દરિયા કિનારે ન જવા પણ સૂચના અપાઇ છે.વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અલગ અલગ ટીમ બનાવી જિલ્લાના 28 ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.


ઓલપાડનો ડભારી બીચ કરાયો બંધ


સંભવિત વાવાઝોડા ને પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સુરતના ઓલપાડનો ડભારી બીચ પણ  બંધ કરાયો છે. ઓલપાડ તાલુકાના દરિયા કિનારેના 20  ગામોને એલર્ટ કરાયા છે.દરિયા કિનારે આવેલી દુકાનો  બંધ કરી દેવાઇ છે. ઉપરાંત ડભારી ત્રણ રસ્તા પર એસઆરડી જવાનોને સ્ટેન્ડબાય રખાયા છે.


માંડવી બીચ પણ  બંધ

બિપરજોય' વાવાઝોડાને કારણે કરછ પ્રશાસન સજજ થયું છે. સંભવિત વાવાઝોડાના ખતરાને લઇને માંડવી બીચ 9 થી 12 જૂન સુંધી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. તેથી સ્થાનિક ધંધાર્થીઓને  માલ સમાન સહિત સ્થળાંતર કરવા સૂચના આપી દેવાઇ છે.


સુવાલી દરિયો કિનારો બંધ

વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. સુવાલી દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરાયો છે.આગામી 9,10 અને e 11 એમ 3 દિવસ  દરિયા કિનારે અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.