ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી કોરોનાના કેસો વધતાં ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. જોકે, ફરી એકવાર કોરોના સંક્રમણ ઘટતાં કેન્દ્ર સરકારે રાજ્યોને સ્કૂલો ખોલવા મુદ્દે જાતે નિર્ણય લેવા માટે કહ્યું હતું. ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા ફરીથી સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે સોમવારથી કોરોનાની ગાઇડલાઇન સાથે ફરીથી સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમજ વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ માટે સ્કૂલોએ વાલીઓની સંમતિ લેવાની રહેશે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 6097 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 57521 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 248 લોકો વેન્ટીલેટર પર છે. 57273 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1123499 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,614 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 35 લોકોના મોત થયા છે.
બીજી તરફ આજે 12105 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.28 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 35 મોત થયા. આજે 234350 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1985, વડોદરા કોર્પોરેશનમાં 1215, વડોદરા 197, રાજકોટ કોર્પોરેશનમાં 237, સુરત કોર્પોરેશનમાં 204,ગાંધીનગર કોર્પોરેશન 203, ખેડા 181, મહેસાણા 173, સુરત 154, કચ્છ 151, રાજકોટમાં 135, આણંદ 89, બનાસકાંઠામાં 88, સાબરકાંઠા 80, મોરબી 79, ભાવનગર કોર્પોરેશનમાં 77,ગાંધીનગર 75, જામનગર કોર્પોરેશન 75, ભરુચ 61, પાટણ 60, તાપી 59, નવસારી 58, પંચમહાલ 54, વલસાડ 42, અમદાવાદ 40, દાહોદ 28, દેવભૂમિ દ્વારકા 21, ભાવનગર 20, અરવલ્લી 19, અમરેલી 18, ડાંગ 18, જૂનાગઢ 17, છોટા ઉદેપુર 14, સુરેન્દ્રનગર 14, ગીર સોમનાથ 13, મહીસાગર 13, જામનગર 11, નર્મદા 9, જૂનાગઢ કોર્પોરેશન 5, પોરબંદર 4 અને બોટાદમાં 1 કેસ નોંધાયો છે.
આજે કોરોનાના કારણે 35 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરા 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, મહેસાણા 2, સુરત 2, રાજકોટ 2, મોરબી 1, ભાવનગર કોર્પોરેશનમાં 3, ગાંધીનગર 1, જામનગર કોર્પોરેશનમાં 1, ભરુચ 2, નવસારી 1, વલસાડ 1, અમદાવાદ 1, ભાવનગરમાં 2, અરવલ્લી 1 દર્દીનું મોત થયું છે.