નવસારી: તૃણમુલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા ગઈકાલે સંસદમાં જૈન સમાજના યુવાનો માટે અભદ્ર ટીપ્પણી કરતા નવસારી જૈન સમાજમાં નારાજગી જોવા મળી છે. જૈન સમાજના યુવક-યુવતીઓ છૂપી રીતે માંસ મચ્છીનો આહાર કરે છે એવી ટીપ્પણી કરતાં વિવાદ થયો છે. જૈન સમાજના અગ્રણીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજી સખત શબ્દોમાં વિરોધ કર્યો છે.
સાંસદ મહુઆ મોઈત્રાએ જૈન સમાજની જાહેરમાં માફી માંગવાની માંગ કરવામાં આવી છે. સાંસદ મહુઆ મોઈત્રા જાહેરમાં માફી ન માંગે તો આગામી દિવસોમાં સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
આ સમગ્ર વિવાદને લઈ ગુજરાત ભાજપ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલે કહ્યું કે તૃણમૂલ કૉંગ્રેસના સાંસદે જૈન સમાજની માફી માંગવી જોઈએ. TMC સાંસદને ભાજપ કડક શબ્દોમાં વખોડે છે.
ભાજપના ધારાસભ્યનો ગૃહમંત્રીને પત્ર, પોલીસ કમિશનર પર રૂપિયા વસૂલવાના લાગાવ્યા ગંભીર આરોપ
રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે રાજકોટ પોલીસ કમિશનર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર સામે રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલનો આરોપ છે કે પોલીસ કમિશનર ડૂબેલા નાણા વસૂલવા માટે ટકાવારી લઈ રહ્યા છે. ધારાસભ્યએ આક્ષેપ લગાવ્યો છે કે એક અરજદાર પાસેથી 75 લાખ રૂપિયા પણ વસૂલવામાં આવ્યા છે અને હજુ 30 લાખની વસૂલી કરવામાં આવી રહી છે.
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ તંત્રમાં હડકંપ મચાવે તેવો હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે. તેમણે એક ફરિયાદીની FIR ન ફાડી તેની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાની ઉઘરાણી આવે તેમાંથી 15 ટકા હિસ્સો માગ્યો હોવાનો આરોપ મુકયો છે. આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.