ગુજરાતના GDP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કાલે ગુજરાતમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જિલ્લા SP અને કમિશનરને સુચના આપવામા આવી છે. કાલે સિનિયર અધિકારીઓ પેટ્રોલિંગ કરશે. વધારાના બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે. પોલીસને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપી દેવાયા છે. દરેક વિસ્તારમાં તકેદારી રાખવામા આવી રહી છે. સંવેદનશીલ વિસ્તાર પર ચાપતી નજર રહેશે. ખુલ્લી APMCમાં પણ પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે.
રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે હાઇવ બ્લોક કરવાનો પ્રયત્ન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે, વધુમાં તેમણે કહ્યું કે, 144 ભંગ કરનારા, રાસ્તા પર અવરોધ ઉભા કરનારા, બળજબરી પૂર્વક દુકાન બંધ કરાવનારા, સોશિયલ મીડિયા પર ગેરરીતિ કરનારા અને હિંસક વીડિયો અપલોડ કરનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચારથી વધારે લોકોએ ભેગા ન થવું.