મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્યના યાત્રા-પ્રવાસન ધામોને 24x7 સ્વચ્છ-સુઘડ સાફસુથરા રાખવાનું અભિયાન તા. 1 એપ્રિલ- 2017થી રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલીતાણા, શામળાજી, ગિરનાર અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં હાથ ધરવામાં આવ્યું છે.
આ અન્વયે BVG ઇન્ડિયા લીમીટેડને દ્વારકા, સોમનાથની સ્વચ્છતા સફાઇની કામગીરી સોંપવામાં આવેલી છે. સોમનાથ યાત્રાધામમાં કુલ 1.74 લાખ સ્કે. મીટર વિસ્તારમાં દરરોજ સ્વછતા–સફાઇની કામગીરી BVG દ્વારા હાથ ધરવામાં આવે છે.
આ સંસ્થા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સ્વચ્છતા સફાઇની કામગીરી પણ સફળતાપૂર્વક હાથ ધરાઇ રહી છે.