ગાંધીનગર: ગુજરાતના ચાર તાલુકામાં 100 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 53 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. માત્ર ત્રણ તાલુકામાં પાંચથી દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મેઘમહેરથી ખેડૂતોના પાકને ફાયદો થશે.


કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 99 ટકાથી વધારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સાત તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



આ વર્ષે સારા વરસાદથી રાજ્યના કુલ 204 જળાશયો પૈકી 51 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. આ સિવાય 49 જળાશયોમાં 70થી 100 ટકા સુધી પાણીનો સંગ્રહ થયો છે. કચ્છ અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ છે.