ગાંધીનગર: કોરોના મહામારીને લઈ હાલ રાજ્યમાં સ્કૂલ-કોલેજો બંધ છે. આ દરમિયાન ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં લઈ કોર્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.


કોર્સમાં કરવામાં આવેલો ઘટાડો એક વર્ષ માટે લાગુ રહેશે. ઉપરાંત ઘટાડેલો અભ્યાસક્રમના પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે નહિ. અભ્યાસક્રમમાં ઘટાડાની વિસ્તૃત માહિતી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. કેન્દ્ર સરકારે અનલોક 5ની ગાઈડલાઈનમાં શાળા-કોલેજો ખોલવાની મંજૂરી આપી છે ત્યારે ગુજરાત સરકારે 15 ઓક્ટોબર પછી આ અંગે નિર્ણય લેવાની જાહેરાત તાજેતરમાં કરી હતી.

રૂપાણી સરકારે નિર્ણય લીધો છે કે, કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન થશે અને એ પ્રમાણે જ ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં કહેવાયું છે કે, શાળાઓ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અને કોલેજો હાલમાં બંધ જ રહેશે અને આ અંગે પછીથી નિર્ણય લેવાશે.

રાજ્ય સરકાર શાળાઓ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અને કોલેજો શરૂ કરવા બાબતે 15 ઓક્ટોબર બાદ સમિક્ષા કરશે અને તે પછી નિર્ણય જાહેર કરશે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આખરી નિર્ણય લેવાની સત્તા આપી છે તેથી ગુજરાત સરકારે શાળાઓ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અને કોલેજો હાલમાં બંધ જ રહેશે એવો નિર્ણય લીધો છે.

IPL 2020: RCB સામેની મેચ પહેલા જ દિલ્હી કેપિટલ્સને લાગ્યો મોટો ઝટકો, સમગ્ર સીઝનમાંથી બહાર થયો આ અનુભવી બોલર

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ