કરજણ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકોમાં કરજણ બેઠકનો પણ સમાવેશ થાય છે. કરજણ બેઠક પરથી અક્ષય પટેલે રાજીનામું આપ્યા પછી થનારી પેટા ચૂંટણીમાં કોગ્રેસ તરફથી સિધ્ધાર્થ પટેલને મેદાનમાં ઉતારવામાં આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. સિધ્ધાર્થ પટેલ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ડભોઈ બેઠક પરથી હારી ગયા હતા.
સિધ્ધાર્થ પટેલને ટિકિટ આપવામાં આવે તો ભાજપના તમામ ગણિત પલટાઈ જાય અને ભાજપ માટે આ સીટ ટફ બની જાય એવું કોંગ્રેસના નેતા માને છે. જો કે સિધ્ધાર્થ પટેલ પોતાના મતવિસ્તારામાં જ હારી ગયા છે ત્યારે બીજી બેઠક પર કઈ રીતે જીતી શકે એ સવાલ છે. હાલમાં તો આ બેઠક માટે ઉમેદવારી કરવા તૈયાર સિધ્ધાર્થ પટેલ સામે કોઈ અસંતોષનો સૂર ના ઉઠે એ માટે સ્થાનિક નેતાઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ 8 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે. 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
Coronavirus: સંક્રમણનો નવો મામલો સામે આવ્યા બાદ આ દેશે બે મોટા શહેરોમાં લગાવ્યો અનિશ્ચિતકાળનો કર્ફ્યુ, જાણો વિગતે
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
ગુજરાતમાં કોંગ્રેસ કરજણ બેઠક પરથી 2017માં હારી ગયેલા આ જૂના જોગીને ઉતારે તેવી શક્યતા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2020 04:13 PM (IST)
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ 8 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે. 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -