ગાંધીનગર: 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. વર્તમાન DGP આશિષ ભાટિયા આજે નિવૃત્ત થઈ રહ્યા છે જેમનું સ્થાન હવે વિકાસ સહાય સંભાળશે. વિકાસ સહાય UN પીસ કિપિંગ મિશનમાં ભાગ લઈ ચૂક્યા છે. 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી.
તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) પીસ કિપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. આ મિશન પછી, સહાયે પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.
રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાને 6 મહિનાનું એક્સ્ટેન્શન અપાયુ હતું. આઈપીએસ વિકાસ સહાયનું નામ ચર્ચામાં હતું. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું નામ પણ ચર્ચામાં રહ્યુ હતું. આ સાથે જ સુરતના સીપી અજય તોમર પણ આ રેસમાં સામેલ હતા. રાજ્યના નવા ઈન્ચાર્જ ડિજીપી તરીકે વિકાસ સહાયનનું નામ જાહેર કરાયું છે.
નાણામંત્રીએ લોકસભામાં રજૂ કર્યો આર્થિક સર્વે, 2023-24માં 6-6.8 ટકા વચ્ચે રહેશે GDP
રાષ્ટ્રપતિના સંબોધન પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે 2022-23 રજૂ કર્યો હતો. આજથી બજેટ સત્ર શરૂ થયું છે અને આવતીકાલે સંસદમાં 2023-24નું બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે દેશની ભાવિ આર્થિક દિશા અને સ્થિતિ શું હશે, આવતીકાલે તેની બ્લૂ પ્રિન્ટ દેશની સામે હશે. જોકે આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23માં વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં આર્થિક વૃદ્ધિ દર 8.7 ટકા હતો.
આર્થિક સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2022-23માં આર્થિક વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે, જ્યારે 2021-22 માટે આર્થિક સર્વેક્ષણનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે 2022-23માં ભારતીય અર્થતંત્ર 8 થી 8.5 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ હતો. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ અને વૈશ્વિક આર્થિક સંકટને કારણે આર્થિક વિકાસ દર ગયા વર્ષે વ્યક્ત કરાયેલા અંદાજ કરતાં ઓછો હોઈ શકે છે.
ઇકોનોમિક સર્વેની હાઇલાઇટ્સ
આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંકટ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવી છે અને કોરોનાને કારણે ખેતી પર ન્યૂનતમ અસર જોવા મળી છે. ફુગાવાના ઊંચા દરને કારણે ખાનગી રોકાણ અવરોધાયું છે. જો કે, કોરોનાને કારણે બે વર્ષ મુશ્કેલ હતા અને કોરોનાની સાથે મોંઘવારી પણ પોલિસીઓને અસર કરી છે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચમાં વધારો કર્યો છે. કોરોનાની સૌથી વધુ અસર સર્વિસ સેક્ટર પર જોવા મળી છે.
ઈકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે એક વખત રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે રાહત મળી જાય તો પછી આગામી દાયકાઓમાં ભારતીય અર્થવ્યવસ્થા વધુ ઝડપી ગતિએ આગળ વધશે. સર્વે મુજબ ભારતીય અર્થવ્યવસ્થાનો આઉટલૂક કોરોના પહેલા કરતા સારો છે અને આવનારા વર્ષોમાં અર્થવ્યવસ્થા તેની સંપૂર્ણ ક્ષમતા સાથે વિકાસ કરશે.