અમદાવાદ: આજકાલ સોશિયલ મીડિયા એપ ટિકટોક પર ઉભરતા કલાકારો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને લોકો આ એપથી સ્ટાર્સ પણ થયા છે અને સારી એવી પોતાની ઓળખ પણ બનાવી છે. ત્યારે વીડિયો મેકિંગ એપ ટિકટોકે (TikTok) ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી મોટી સોશિયલ મીડિયા એપ્લિકેશનોને પાછળ છોડી દીધી છે. પરંતુ આ એપમાં અનેક વાર લોકો એવું કન્ટેન્ટ મૂકતાં હોય છે કે, જેના કારણે વિવાદમાં ફસાઈ જાય છે. તો આવો જ એક કિસ્સો ગુજરાતમાં બન્યો છે.


ટિકટોકથી જાણીતી બનેલી કિર્તી પટેલ હાલ એક વીડિયોને કારણે વિવાદમાં ફસાઈ છે. ટિકટોક સ્ટાર્સ કિર્તી પટેલે ઘુવડ સાથે રમત કરતો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થયો હતો. સામાન્ય રીતે કોઈ પણ પશુ-પંખી સાથે તમે રમત કરતો વીડિયો બનાવી ન શકો તેના માટે દેશમાં એક કાયદો બનાવ્યો છે. પરંતુ ઘણાં લોકો પોતાના મોજ-શોખ અને મસ્તીમાં ઘણી વાર મોટી ભૂલ કરી બેસતાં હોય છે.

ટિકટોકથી જાણીતી બનેલી કિર્તી પટેલે પણ આવી જ એક ભૂલ કરી છે. ગુજરાતમાં વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટમાં ઘુવડનો સમાવેશ થાય છે જેના કારણે તમે તેને પકડીને તેની સાથે રમત રમી ના શકો પરંતુ કિર્તી પટેલે ઘુવડને પકડ્યું હતું જે કાયદાકીય રીતે ગુનો ગણાય છે. હાલ વીડિયો કઈ જગ્યાનો છે તે અંગે વન વિભાગ તપાસ કરશે ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.