વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. જોકે હવે વાવાઝોડું ફંટાઈ ગયું હોવા છતા આગામી 48 કલાક દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે.
પોરબંદર નજીકથી પસાર થવાને કારણે અહીં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ વરસી શકે છે. આગામી 2 દિવસમાં વેરાવળ અને ઓખામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન એજન્સીએ કરી છે. દ્વારકા, જૂનાગઢ, નલિયા અને રાજકોટમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. અમરેલી જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે.