અમદાવાદ : ગુજરાતમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. વધતા વાહનોની સાથે લોકો ટ્રાફિક નિયમોનું (Traffic Rules) પણ બરાબર પાલન નથી કરતાં. રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકોને ઇ-મેમો ફટકારવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ટ્રાફિક પોલીસે (Gujarat Traffic Police) કુલ 72.20 લાખ ઇ-મેમો વાહન ચાલકોને ઇસ્યુ કર્યા હતાં પણ જાણેને નવાઇ લાગે તેવી વાત એ છેકે, ટ્રાફિકના નિયમોનું પાલન નહી કરનારાં વાહનચાલકોએ હજુય દંડ પેટે રૂા.270 કરોડ ભર્યા નથી, વાહન ચાલકો ઇ-મેમોનો (E-Memo) દંડ ભરવા જ તૈયાર નથી પરિણામે કરાડોના દંડની વસૂલાત કરવાની બાકી છે.
કેટલા ઈ-મેમો થયા ઇસ્યુ
ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) ગૃહ વિભાગે એ વાતનો એકરાર કર્યો છેકે , છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો પાસેથી કુલ રૂા.70,80,02,258 દંડ પેટે વસૂલવામાં આવ્યા છે. આડેધડ ડ્રાઇવિંગ કરી ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ટ્રાફિક પોલીસે કુલ 72,60,552 વાહન ચાલકોને ઇ-મેમો ઇસ્યુ કર્યા હતાં.
કયા શહેર-જિલ્લામાં કેટલા ઈ-મેમો ફાટ્યા
રાજકોટમાં 17.83 લાખ,ગાંધીનગરમાં 1.87 લાખ, વડોદરામાં 13.54 લાખ, અમદાવાદ જિલ્લામાં 26.72 લાખ લોકોને ઇ-મેમો ફટરાયા હતાં. રાજકોટમાં દંડ પેટે રૂા.20.85 કરોડ, વડોદરામાં રૂા.10.63 કરોડ, અમદાવાદમાં 19.87 કરોડ,સુરતમાં 4.81 કરોડ, ગાંધીનગરમાં 7.38 કરોડ વસૂલવામાં આવ્યા હતાં.
રાજકોટમાં સૌથી વધુ દંડની રકમ બાકી
જોકે, ઇ-મેમા દંડ પેટે રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 104 કરોડ જેટલી માતબર રકમ વસૂલવાની બાકી છે. વાહનચાલકો ઇ મેમોનો દંડ ભરવા જ તૈયાર નથી. સુરતમાં 33.10 કરોડ, વડોદરામાં 40.04 કરોડ, અમદાવાદમાં 79.94 કરોડ ઇ મેમોનો દંડ વસૂલવાનો બાકી છે.
માત્ર ડાંગ જીલ્લામાં ઇ-મેમો લાગુ નથી. ટ્રાફિકના નિયમોનો ભંગ ન થાય તે માટે ટ્રાફિક સિગનલ પર કેમેરા લગાવાયાં છે જેના થકી નિયમોનું ઉલ્લંઘન કરનારાં વાહન ચાલકને ઇ-મેમો અપાય છે.
રાશિફળ 29 માર્ચ: આજે ધૂળેટી, જાણો કઈ જાતિના જાતકોને કેવો કલર ફળશે