Gujarat Unseasonal Rain: રાજ્ય માટે ફરી એકવાર આફતના સમાચાર સામે આવ્યા છે, ગુજરાતના ખેડૂતોના માટે ફરી એકવાર વરસાદી ઘાત આવી છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠુ થઇ શકે છે, અને ઠંડીનો ચમકારો વધી શકે છે. જો આમ થશે તો રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોના માટે પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ સર્જાશે. 


ગુજરાતમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠવાના માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ થઇ શકે છે. આગામી 5 અને 6 ફેબ્રુઆરી સુધી કચ્છમાં કમોસમી વરસાદી ઝાંપટા પડવાની પુરેપુરી શક્યતા છે. આગાહીકાર અંબાલાલે જણાવ્યું કે, આ મહિનામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. ભારતમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપને લીધે આ માવઠાની શક્યતા છે, એટલું જ નહીં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનનું જોર વધશે, જેના કારણે ઠંડીમા વધારો થશે. આગામી 7થી 9 ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાનું અંબાલાલનું અનુમાન છે. ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડશે. આ ઉપરાંત રાજ્યમાં સમયે લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે. આગામી 19થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. અંબાલાલની આગાહી પ્રમાણે, આ ફેબ્રુઆરી મહિનામાં વરસાદી ઝાંપટા પડશે અને ઠંડીનો ચમકારો વધશે. 


5 ફેબ્રુઆરીથી રાજ્યના આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ,અંબાલાલની આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદનું અનુમાન છે. અંબાલાલની આગાહી મુજબ  3 થી 5 ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. પશ્ચિમી વિક્ષેપને લઈ તારીખ 5 અને 6 ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક  ભાગોમાં વાદળછાયા વાતાવરણના કારણે હળવા ઝાપટા પડી શકે છે. તો રાજ્યના અન્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે  પવનનું જોર પણ  વધશે.                                                                          

અંબાલાલના અનુમાન મુજબ ઉત્તરભારતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.તો પશ્ચિમી વિક્ષેપ પૂર્ણ થતાં ગુજરાતમાં ભારે ઠંડી નું મોજું ફરી નિવડશે, એટલે કે આગામી 7 થી 9 ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર ગુજરાત,કચ્છના ભાગોમાં ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. આ સમયે ન્યનીતમ તાપમાન 10 ડિગ્રી જવાની શક્યતા છે.અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત નાં કેટલાક વિસ્તારોમાં 6 ડિગ્રી સુધી ન્યુનીતમ તાપમાન જઈ શકે  છે. 19 થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે  જના પગલે ને ગરમીમાં વધારો થશે. આ સમય દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં કમોસમી  વરસાદ વરસી શકે છે.


 તો બીજી તરફ  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની આશંકા છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હાલમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ છે. હિમાચલ પ્રદેશ હોય કે જમ્મુ-કાશ્મીર, હિમવર્ષાને કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. દરમિયાન, હવામાન વિભાગનું કહેવું છે કે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે દિવસમાં રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ સિવાય ઉત્તરાખંડમાં 4 અને 5 ફેબ્રુઆરીએ વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓ જોવા મળશે.







હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નવી રચાયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દિલ્હીના હવામાનને અસર કરી શકે છે, જેના કારણે આગામી બે દિવસમાં હળવો, મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આજે એટલે કે શનિવાર (3 જાન્યુઆરી)ના રોજ વાદળછાયું આકાશ અને હળવો અને ઝરમર વરસાદ પડવાની શક્યતા છે.