Rain Forecast: છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં શ્રાવણ માસ બાદ હવે ભાદરવો પણ ભરપૂર રહેવાના અનુમાનો સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓના મતે આગામી દિવસોમાં મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે. 


હવામાન વિભાગે પોતાની તાજા અપડેટમાં ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ વરસાદ લાવી શકે છે. ત્રણ વરસાદ સિસ્ટમો સક્રિય થઇ ગઇ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયા અને ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત આજે આજે દાહોદ, મહીસાગર,અરવલ્લીમાં પણ છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ આજે વરસાદની પુરેપુરી સંભાવના છે. 


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લૉનિક સર્ક્યૂલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવામાં કારણભૂત બનશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આ સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે, રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે.


રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો?


પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 111 છલોછલ છે.  કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના  છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ  છલોછલ ભરાઇ ચૂક્યો છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. 90 ટકાથી વધુ ભરાયેલા 134 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.


ગુજરાતમાં સિઝનનો  કેટલો વરસાદ વરસ્યો?


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં  116.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં 179.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 117.42 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.તો મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.


આ પણ વાંચો


Gujarat Rain Forecast: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય, આજે 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી