Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની સંભાવના છે. રાજ્યમાં ઠંડીને કારણે જનજીવન પર પણ અસર પડી રહી છે. ગુજરાતના મોટા શહેરોમાં વહેલી સવારે અને સાંજ બાદ ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થઈ જાય છે. 


આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે: હવામાન વિભાગ


આ દરમિયાન હવામાન વિભાગે ઠંડીને લઈ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે. આગામી એક દિવસ બાદ ઠંડી વધવાની શક્યતા છે. 2 થી 4 ડિગ્રી આવતીકાલે વધી શકે છે. નલિયામાં ગઈ કાલે 2 ડિગ્રી તાપમાન નોધાયું હતું. કચ્છ ડિસ્ટ્રીકટમાં કોલ્ડ વેવ ફરી વળી છે. અમદાવાદ 7.6 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું. જ્યારે ગાંધીનગરમાં 5.3 . સુરતમાં 12.2, રાજકોટમાં 7.3 અને વડોદરામાં 10.4 ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં 6.2, સુરેન્દ્રનગરમાં 8.7, મહુવામાં 9.5,  ડીસામાં 7 ડિગ્રી  તાપમાન નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરને કારણે રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર થયો છે.


ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી


IMD મુજબ આજે દિલ્હીના લોધી રોડનું લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ જ્યારે સફદરજંગમાં 1.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જેના કારણે દિલ્હીવાસી ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા છે. ઉત્તરભારત સહિત દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. IMDનું માનીએ તો દિલ્હીમાં આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેવાની આગાહી કરી છે. ગત કેટલાક દિવસોથી ઠંડી પવનોથી મળેલી રાહત હવે મુસીબત બનવાની છે. રાજસ્થાનના ઉત્તર ભાગમાં ઠંડી પવનોથી લઈને ભીષણ ઠંડી પડી શકે છે. કર્ણાટકના કેટલાક ભાગોમાં શીત લહેર પડી શકે છે.


અમદાવાદમાં આજથી  પ્લાસ્ટિક અને કાગળના કપમાં ચા પીવા નહીં મળે


અમદાવાદમાં આજથી પ્લાસ્ટિક અને કાગળના કપમાં ચા પીવા નહીં મળે. અમદાવાદમાં આજથી પ્લાસ્ટિક અને કાગળના ચા ના કપ પર રોક લાગશે. દસ દિવસ સુધી નોટિસ આપ્યા બાદ AMC દ્વારા ચેકીંગ કરાશે. એક દિવસના 20 લાખથી વધુ પ્લાસ્ટિક અને કાગળના કપ કચરામાં આવતા હોવાથી નિર્ણય કરાયો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના કપ, કાગળના કપ અને અનેક વખત કેચપીટમાં કપ ફસાતા હોવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 10 દિવસ બાદ પાનના ગલ્લાઓ ઉપર ચેકીંગ હાથ ધરાશે. મસાલા માટે અપાતા પ્લાસ્ટિક અને કાગળના ઉપયોગ સામે પણ કાર્યવાહી કરાશે. આજથી ચા ના કપમાં ચા અને કોફી આપતા વેપારીઓના એકમ સીલ કરવા સુધીની AMC ની તૈયારીઓ છે. માટી અથવા કાચના કાપમાં ચા મળશે.