Gujarat Weather News: ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો ઉપર જઇ રહ્યો છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એપ્રિલ મહિનાના આરંભમાં અંગ દઝડાતી ગરમીની વચ્ચે આજે મોટા સમાચાર સામે આવ્યા છે. આજે ફરી એકવાર અમદાવાદ સહિતના શહેરોમાં આકાશમાંથી અગનવર્ષા વરસવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચશે, અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. 

Continues below advertisement


ગુજરાત અત્યારે આકરા તાપનો સામનો કરી રહ્યું છે, એપ્રિલની શરૂઆતથી જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આકરા તાપની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, આજથી ફરી આકાશમાંથી અગનવર્ષા વરસવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. સોમવારે 42.9 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યુ છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે. 


15 એપ્રિલથી ત્રણ દિવસ ભીષણ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. મંગળવારે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. બુધવારે રાજકોટ સહિત ચાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શનિવારે 42.3 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. તો સતત બીજા દિવસે અમદાવાદમાં 40 ડિગ્રીથી નીચે ગરમીનો પારો રહ્યો છે. સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 40.4 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી મહતમ તાપમન નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સના સાયક્લોનિક સરક્યુલેશન અને ટ્રફની સક્રિયતા ઘટતા ગરમીની અસર શરૂ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ગુજરાત અત્યારે આકરા તાપનો સામનો કરી રહ્યું છે, એપ્રિલની શરૂઆતથી જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આકરા તાપની આગાહી કરી છે.