રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 43 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. નવસારીના વાંસદામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના દોલવણમાં સવા 2 ઇંચ, ડાંગના વઘાઈમાં સવા 2 ઇંચ, નવસારીના ખેરગામ 2 ઇંચ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કમોસમી વરસાથી ડાંગરના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે.
રાજ્યમાં એક દિવસ દિવસ કમોસમી વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે સામાન્ય વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરુચ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરાઈ છે.
વરસાદથી ખેડૂતોના તલ,મગફળી,કપાસ સહિતના પાકોમાં મોટું નુકસાન પહોંચ્યું હતું. હજી તો તેની પણ કળ નથી વળી ત્યાં શિયાળુ પાકનું વાવેતર કરતા જ વરસાદ પડતા જગતનો તાત ચિંતામાં ગરકાવ થયો છે.મજૂરોના વાંકે ગઇ સિઝનનો કપાસ હજી ખેડૂતોના કપાસમાં પડ્યો છે, તે પલળી જતાં આર્થિક ફટકો પહોંચશે.